તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી બાળકોનું પુનઃ મિલન:રાજકોટ ખાતે બે બાળકને તેમના વાલીઓ નેપાળથી લેવા આવ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમાજ સુરક્ષા વિભાગે બે નેપાળી બાળકને તેમના પરિવાર સાથે મેળવ્યા હતા અને બાળકોના વાલી પણ તેમને લેવા નેપાળથી આવી પહોંચ્યા હતા.

સમાજ સુરક્ષા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, બંને બાળક કૌટુંબિક ભાઈ હોવાના નાતે તેઓ તેમના સગાના ઘર શાપર ખાતે આવ્યા હતા. આ તકે તેઓ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને સરનામાનો ખ્યાલ ન આવતા તેઓ 2 દિવસ સુધી રસ્તા પર દિવસ પસાર કર્યો હતો અને અંતે તે રેલવે-સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. બાળકો શંકાસ્પદ લાગતા રાજકોટ રેલવે સ્ટેશન ચાઈલ્ડ લાઈન દ્વારા જામનગર રોડ પરના સરકારી ચિલ્ડ્રન હોમને જાણ કરી સોંપ્યા હતા.

ત્યાર બાદ બાળકોનો કબજો મેળવી સમાજ સુરક્ષા વિભાગે બાળકો પાસેથી તેમના રહેઠાણ અંગેનું સરનામું પૂછ્યું હતું, પરંતુ તેઓને કોઈ બાબતનો અંદાઝ ન હોવાના કારણે તેમની પાસેથી તેમના પિતાનો નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ આ અંગેની વાત તેમના પિતાને કરતા ખ્યાલ આવ્યો કે, તે બાળકો નેપાળના છે અને બાળકોના પિતા સંતાનોને લેવા નેપાળથી આવી પહોંચ્યા હતા. બાળકોને જોતા તેમના પિતાને હરખની લાગણી થઇ હતી.

અધિકારીના જણાવ્યા મુજબ નેપાળી બાળકો સંસ્થાને અનેક વખત મળી આવતા હોય છે અને સામે બાળકોના માતા-પિતા રાજ્યમાં જ કોઈ જગ્યાએ કામ કરતા હોવાથી તેમનો સંપર્ક સાધવો સહેજ પણ મુશ્કેલ બનતો નથી. આ વખતે બાળકોના વાલી નેપાળ રહેતા હોવાથી સંપર્ક સાધવો મુશ્કેલ બન્યો હતો અને આ પ્રથમ કિસ્સો સામે આવ્યો હતો. નિવાસી અધિક કલેક્ટરની હાજરીમાં બંને બાળકને તેમના પરિવારને સોંપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...