તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ રોજ 50 ટનથી ઘટીને 43 ટન થયો, હાલ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે

રાજકોટ4 મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો થયો

રાજકોટ માટે વધુ એક રાહતના સમાચાર છે કે હાલની સ્થિતિએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ ઘટી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના રાજ્ય સરકારના વ્યાપક પ્રયાસો તથા જિલ્લા વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ સહિત લોકજાગૃતિને લીધે રાજકોટમાં પરિસ્થિતી સુધરી રહી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ રોજ 50 ટન ઘટીને 43 ટન થયો છે. હાલ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહ્યું છે.

50 ટન સુધી વપરાશ પહોંચી ગયો હતો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયના નોડલ ઓફિસર ડો. જે.કે. નથવાણીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન વપરાશ વધીને 50 ટન ઉપર પહોંચી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસથી પરિસ્થિતિ સ્થાયી બનતા છેલ્લા 24 કલાક દરમિયાન ઓક્સિજનનો વપરાશ ઘટીને 43 ટન થયો છે. જે છેલ્લા કેટલાક દિવસોની સાપેક્ષમાં ઓછો છે.

મૃત્યઆંક ઘટતા વાગુદડનું સ્મશાન 5 દિવસથી બંધ કરાયું
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે, સ્ટેબલ બનતી જતી પરિસ્થિતિમાં સખત લોકજાગૃતિની જરૂર છે. લોકો ડબલ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે તેમજ કામ વગર બહાર ન નીકળે અને વારંવાર હાથ સાફ કરે તે ખૂબ જરૂરી છે. જોકે મૃત્યુઆંકમાં ઘટાડો થતા વાગુદડ ગામ ખાતે નવું બનાવેલું સ્મશાન 5 દિવસથી બંધ કરી દેવામાં આવ્યું છે. પહેલા અહીં 40થી વધુ મૃતદેહના અંતિમસંસ્કાર થતા હતા.

હાલ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે.
હાલ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે.

સિવિલમાં ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહિ હોસ્પિટલની બહાર લાઇનો ઓછી થઇ છે. જોકે આ બધાની વચ્ચે મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શહેરના કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જે ઘટાડો થયો છે તેના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વાગુદડ ગામ ખાતે તૈયાર કરવામાં આવેલા સ્મશાનને બંધ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...