આદેશ:રાજકોટ એરપોર્ટ પર અધિકારીઓ માનીતા ગણતાં ફાયરબ્રિગેડના કર્મચારીને ફાયરમાં જ નોકરી કરવાનો આદેશ અપાયો, મુળભુત કામગીરીને નેવે મુકવાનું ફળ મળ્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભૂવા ઉપરાંત ફાયર બ્રિગેડના અન્ય ચાર કર્મીઓ પણ એરપોર્ટ ડાયરેક્ટરની સેવામાં વ્યસ્ત !

રાજકોટ એરપોર્ટ ઉપર છેલ્લા 10 વર્ષથી એક જ જગ્યાએ ચીપકીને બેસી ગયેલા ફાયર બ્રિગેડના કર્મચારી સંજય ભૂવાને ધીમે-ધીમે ઉખેડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. સંજય કહેવાતી કામગીરીને લઇને હેડ ક્વાર્ટર સુધી રિપોર્ટ કરવામાં આવતાં વડી ઓફિસ દ્વારા રહેલા ભૂવાની પાંખોને તુરંત કાપી લેવાનો આદેશ આપવામાં આવતાં એરપોર્ટ ડાયરેક્ટરે ‘કમને’ પોતાના ‘માનીતા’ને દૂર કરવો પડ્યો છે. સંજય ભુવાની મુળ કામગીરી ફાયરબ્રિગેડની હોવા છતાં તે એરપોર્ટ ડાયરેક્ટર ઓફિસની આજુબાજુ અને અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે તેને ફાયરમાં જ નોકરી કરવાનો આદેશ આપવામાં આવતાં એરપોર્ટ કર્મચારીઓમાં ખુશીની લાગણી સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

સંજય ભૂવાની મુળ કામગીરી ફાયરબ્રિગેડની વ્યવસ્થા સંભાળવાની છે
એરપોર્ટ કર્મચારીઓમાં ચર્ચાતી વિગતો મુજબ સંજય ભૂવા છેલ્લા ઘણા સમયથી એપીડી મતલબ કે એરપોર્ટ ડાયરેક્ટરની ‘સેવા’ને જ પોતાની નોકરી ગણતો હોવાને કારણે અન્ય કર્મચારીઓમાં ભારોભારો રોષ ફેલાયેલો હતો. આ ઉપરાંત તેની અન્ય કામગીરીને લઈને પણ વિરોધનો વંટોળ હોવાને લીધે ‘ઉપર’ સુધી આ અંગેની ફરિયાદો કરવામાં આવી હતી ત્યારે હેડ ક્વાર્ટર દ્વારા આ ફરિયાદોની ગંભીરતાને સમજીને ગઈકાલે સાંજે જ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાને લેખિત આદેશ આપવામાં આવ્યો હતો કે સંજય ભૂવાને તાત્કાલિક તેની મુળ જગ્યાએ મુકી દેવામાં આવે અને તેને ત્યાંની જ કામગીરી કરવા દેવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર આસિસ્ટન્ટ સંજય ભૂવાની મુળ કામગીરી ફાયરબ્રિગેડની વ્યવસ્થા સંભાળવાની છે પરંતુ તે એરપોર્ટ ડાયરેક્ટરની ઓફિસ આજુબાજુ જ આંટાફેરા માર્યે રાખતો હોય કર્મચારીઓમાં કચવાટની લાગણી જોવા મળી હતી.

ભૂવા ઉપરાંત ફાયર બ્રિગેડના અન્ય ચાર કર્મીઓ પણ એપીડીની સેવામાં વ્યસ્ત !
એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ફાયર બ્રિગેડના સિનિયર આસિસ્ટન્ટ સંજય ભૂવા ઉપરાંત અન્ય ચાર કર્મીઓ પણ એરપોર્ટ ડાયરેક્ટરની સેવામાં જ વ્યસ્ત રહેતાં હોવાને કારણે તેમના પ્રત્યે પણ રોષની લાગણી પ્રવર્તી રહી છે. એરપોર્ટ પર સી.એફ.ટી. મતલબ કે ‘ક્રેશ ફાયર ટેન્ડર’ની કામગીરી માટે પાંચ લોકોનો સ્ટાફ તૈનાત રાખવાનો હોય છે પરંતુ અત્યારે માત્ર ત્રણ કર્મીઓ જ કામગીરી કરી રહ્યા છે જ્યારે બે કર્મચારી અન્ય વિભાગોમાં વ્યસ્ત રહે છે. નિયમ પ્રમાણે કેટેગરી-6 મતલબ કે એક શિફટમાં 16 ફાયર સ્ટાફની જરૂર હોય છે જેથી તે કોઈ ઈમરજન્સી કેસમાં કામ કરી શકે પણ રાજકોટ એરપોર્ટમાં મુસાફરોની જિંદગીને જોખમમાં મુકી એક શિફટમાં માત્ર 11 ફાયર સ્ટાફ જ નોકરી કરે છે. આ રીતે પાંચ જેટલો સ્ટાફ હંમેશા એપીડી બિલ્ડિંગમાં જ તૈનાત રહેતો હોવાની પણ ચર્ચા છે. આ સાથે આવતીકાલથી જ સ્પાઈસ જેટે મુંબઈની સવારની વિમાની સેવા બંધ કરી છે અને તેમનું વિમાન અન્ય રૂટ પર મૂકી દીધું છે. ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટ સવારે સાત વાગ્યે મુંબઈથી આ વિમાનનું આગમન થતું હતું અને સાડા સાત વાગ્યે રાજકોટથી મુંબઈ માટે ટેકઓફ થતું

અન્ય સમાચારો પણ છે...