ક્રાઇમ:ગોંડલમાં મુથુટ ફિનકોર્પમાં ધાતુ પર સોનાની વરખ ચડાવી નકલી દાગીના પધરાવી 9 શખ્સે 22.60 લાખની લોન લઇ છેતરપિંડી કરી, 7 ઝડપાયા

રાજકોટ4 મહિનો પહેલા
ગોંડલ સિટી પોલીસે છેતરપિંડી કરનાર 7 શખ્સની ધરપકડ કરી.
  • નોટરીની સામે સોગંદનામુ કરી ખોટું બનાવટી સોનુ ગીરવે મૂકીને સોના ઉપર લોન લીધી હતી

ગોંડલમાં મુથુટ ફિનકોર્પ કંપનીમા નવ શખ્સોએ સાઠગાંઠ રચી બનાવટી સોનુ ગીરવે મૂકી રૂપિયા 22,60,362ની લોન મેળવી છેતરપિંડી કરી હતી. 9 શખ્સોએ 13 ગોલ્ડ લોન લેવામાં આવી હતી. અન્ય ધાતુના દાગીના ઉપર સોનાની વરખથી જાડો ઢાળ ચડાવી છેતરપિંડી કરી હતી. આથી મુથુટ ફિનકોર્પ કંપનીમાં એરિયા મેનેજર તરીકે નોકરી કરતા અમિતભાઈ પ્રવીણભાઈ જોષીએ ગોંડલ સિટી પોલીસ મથકમાં 9 શખ્સો વિરદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 406, 420 અને 120 (બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 9માંથી 7 શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાધ ધરી છે.

ફરાર બે શખ્સની શોધખોળ હાથ ધરી
ગોંડલમાં મુથુટ ફિનકોર્પ કંપનીની બ્રાન્ચ ઓફિસમાં નવ જેટલા શખ્સોએ બનાવટી સોનુ મૂકી 13 ગોલ્ડ લોન મેળવી કંપની સાથે રૂ. 22,60,363 રૂપિયાની છેતરપિંડી કરતા ગોંડલ શહેર પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ ફરિયાદના આધારે ગોંડલ શહેર પોલીસે 7 શખ્સો પ્રશાંત હરેશભાઈ વાજા, મોઈન ઇબ્રાહીમભાઇ ગામોટ, ઇમરાન ફારૂકભાઇ સમા, મેરુંન દિનેશભાઈ ફાગલી, ફિરોજ છોટુભાઈ સિપાહી, કરણ રમેશભાઈ તન્ના અને દેવેન સુરેશભાઈ રાજગુરુને પકડી પાડ્યા છે. જ્યારે બે આરોપી આશિષ જીતેન્દ્રભાઈ ખખ્ખર અને ધર્મેશ મનસુખભાઈ મકવાણાને પકડવા તપાસ હાથી ધરી છે.

સાત શખ્સ ઝડપાયા બે બાકી.
સાત શખ્સ ઝડપાયા બે બાકી.

સોગંદનામુ કરી ખોટું બનાવટી સોનુ ગીરવે મૂકી લોન લીધી હતી
આ છેતરપિંડીના કેસમાં ઇમરાન ફારૂક સમા તેમજ દેવેનભાઇ સુરેશભાઈ રાજ્યગુરુ દ્વારા મુથૂટ ફાયનાન્સની ઓફિસે આવી નોટરીની સામે સોગંદનામુ કરી ખોટું બનાવટી સોનુ ગીરવે મૂકીને સોના ઉપર લોન લેતી હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ લોનની રકમ ભરપાય કરવાની બાંહેધરી આપી હતી.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)