આવારા તત્વોની ધરપકડ:રાજકોટમાં મધરાતે ત્રણ યુવાને એક્સેસ પર આવી ઓવરબ્રિજ પર ફટાકડા ફોડી શાંતિ ડોહળવાનો પ્રયત્ન કર્યો, વીડિયો વાઇરલ થતા પોલીસે ઝડપી પાડ્યા

રાજકોટએક મહિનો પહેલા
ચાલુ ગાડીએ ઓવરબ્રિજ પર ફટાકડો સળગાવી ઘા કર્યો હતો.
  • વીડિયો 2 નવેમ્બરની રાતનો હોવાનું ખુલ્યું, 3 આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઓવરબ્રિજ પર ટુ વ્હિલર પર સવાર યુવાન ચાલુ વાહને રસ્તા પર ફટાકડા ફોડી શાંતિ ડહોળવાનો પ્રયતન કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં આરોપીએ ચાલુ વાહને આકાશમાં ફૂટતા ફટાકડા રસ્તા પર ફોડ્યા હતા. વાઇરલ વીડિયો અંગે પોલીસે ફટાકડા ફોડનાર અને વીડિયો ઉતારનારની શોધખોળ હાથ ધરી 3 આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વો દ્વારા રંગીલા રાજકોટની શાંતિ ડહોળવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ગત તારીખ 2 નવેમ્બરના રોજ રાત્રિના 1.53 વાગ્યે જાહેર રસ્તા પર ઓવરબ્રિજ પર ટુ વ્હિલર લઇ પસાર થતા યુવાને ફટાકડા ફોડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઇન્સ્ટાગ્રામ પર નીલ તન્ના નામના યુવાનના એકાઉન્ટ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. પોલીસે આ વાઇરલ વીડિયો અંગે ગુનો નોંધી ફટાકડા ફોડનાર અને વીડિયો ઉતારનાર સહિત 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી.
પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી.

ઘટના 2 નવેમ્બરની રાતની 1.53 વાગ્યાની
પોલીસ તપાસમાં આરોપીઓએ ગત 2 નવેમ્બરની રાત્રિના 1.53 વાગ્યે GJ-03-MD-0345 નંબરના એક્સેસ મોટરસાયકલ પર સવાર થઇ જાહેર રસ્તા પર ફટાકડા ફોડી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે ફટાકડા ફોડનાર અને મદદગારી કરવાના ગુનામાં આરોપી હર્ષિત ચૌહાણ, જયરાજ નકુમ અને આદિત્ય વાઘેલાની ધરપકડ કરી આઇપીસી કલમ 279, 286, 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મધરાતે ઓવરબ્રિજ પર ફટાકડા ફોડ્યા હતા.
મધરાતે ઓવરબ્રિજ પર ફટાકડા ફોડ્યા હતા.

અગાઉ પણ ચાલુ કારમાં ફટાકડા ફોડતા શખ્સો ઝડપાયા હતા
ઉલ્લેખનીય છે કે, રાજકોટના સરદારનગર મેઈન રોડ પર ગત સપ્તાહે રાત્રિના સમયે એક મરૂન કલરની અલ્ટો કાર નંબર MH-06-AL-1416 પસાર થતી હતી અને તેમાં સવાર લોકો ચાલુ કારે રસ્તા પર ફટાકડા ફોડી લોકોને પરેશાન કરતા હતા. આ અંગે એ ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાર નંબર અને સીસીટીવી ફૂટેજ એકત્ર કરી મહેશ માવાણી અને સોહીલ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...