તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:7 મહિનામાં કોરોનાના સૌથી ઓછા 27 જ નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 1 મોત, એક્ટિવ દર્દી 247

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 24 કલાકમાં 1 મોત, એક્ટિવ દર્દી 247

રાજકોટમાં નવા કેસની સંખ્યા છેલ્લા 7 મહિનાના તળિયે પહોંચી છે. શહેરમાં 18 અને ગ્રામ્યમાં 9 સહિત કુલ 27 કેસ નોંધાયા છે. કેસની સંખ્યા ઘટવા ઉપરાંત ડિસ્ચાર્જ રેશિયો વધતા એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. હાલ શહેર અને જિલ્લા સહિત કુલ 247 એક્ટિવ કેસ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1 મોત થયાનું પણ નોંધાયું છે. ગુરુવારની સ્થિતિએ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 22200 થઈ છે.

રાજકોટમાં કોરોનાની સારવાર માટે સમરસ હોસ્ટેલ મહત્ત્વનું કેન્દ્ર બની હતી. ત્યાં પહેલા ક્વોરન્ટાઈન સેન્ટર બન્યું હતું અને ત્યારબાદ કોવિડ કેર સેન્ટર અને પછી ઓક્સિજન લાઈન નાખીને હેલ્થ સેન્ટર પણ બનાવાયું હતું અને એક સાથે 3 સેન્ટર થયા હતા. જ્યાં 6000થી વધુ દર્દીની સારવાર કરાઈ હતી. હાલ કેસની સંખ્યા ઘટતા કોવિડ કેર સેન્ટર પણ બંધ કરાયું હતું. છેલ્લા દિવસે સમરસમાં ફરજ બજાવનાર કર્મચારી અને કોરોના વોરિયર્સનું પ્રાંત અધિકારી શહેર-2 ચરણસિંહ ગોહિલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન વતી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો