તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:ગોંડલ નજીક કોટન રોલ બનાવવાના કારખાનામાં ભીષણ આગ, 3 ફાયર ફાઇટર દોડી જઇ કાબૂમાં લીધી

ગોંડલ2 મહિનો પહેલા
ગોંડલ નજીક કોટન રોલ બનાવતા કારખાનામાં આગ લાગી હતી.
  • આગને કારણે કારખાનામાં કામ કરતા લોકોમાં અફરાતફરી મચી હતી, કોઇ જાનહાનિ નહીં

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા હાઇજિંગ ઇન્ડસ્ટ્રીઝના કોટન રોલ બનાવવાના કારખાનામાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આથી ગોંડલ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા 3 ફાયર ફાઇટર દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરના જવાનોએ પાણીનો મારો ચલાવી ગણતરીની કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લાગવા પાછળનું કારણ અકબંધ
આગ લાગવાને કારણે કારખાનામાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. કારખાનામાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. આગને કારણે મોટા પ્રમાણમાં કોટન રોલનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. તેમજ કારખાનામાં પડેલી મશીનરીને પણ નુકસાન પહોંચતા લાખોનું નુકસાન થયાનું અનુમાન છે. જોકે આ આગના બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી.

ગોંડલથી 3 ફાયર ફાઇટર દોડી આવ્યા હતા.
ગોંડલથી 3 ફાયર ફાઇટર દોડી આવ્યા હતા.

રાજકોટમાં સ્પેશિયલ બ્યૂરો ઓફિસના પરિસરમાં આગ લાગી
રાજકોટમાં સ્પેશિયલ બ્યુરો ઓફિસના પરિસરમાં આગ લાગતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પરિસરમાં સુકા ઘાસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઇટર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં પણ કોઇ જાનહાનિ થઇ નથી.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો