પરીક્ષા:રાજકોટમાં આજે 15 કેન્દ્ર પર મદદનીશ વન સંરક્ષકની પરીક્ષા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10થી 1 અને બપોરે 3 થી 6કલાકે ઉમેદવારો પરીક્ષા આપશે

રાજકોટ શહેરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જી.પી.એસ.સી.) દ્વારા આજ રોજ તા.30 ઓક્ટોબરના રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની લેખિત પરીક્ષા શહેરની અલગ-અલગ શાળા-કોલેજોના કુલ 15 કેન્દ્ર ખાતે લેવાશે. પરીક્ષાનો સમય સવારે 10.00 કલાકથી બપોરે 1.00 કલાક સુધી તેમજ બપોરે 3.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધી લેવાશે.

આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ કોઇ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુસર શહેર પોલીસ દ્વારા પ્રતિબંધક આદેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજ્યાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં.

પરીક્ષા કેન્દ્રની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યામાં સ્ટેશનરી, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખવાની મનાઈ છે. શાળાની 100 મીટરની ત્રિજ્યામાં કોઇ વ્યક્તિ વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં.

આ ઉપરાંત, પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતું સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકશે નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવાના રહેશે નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને કર્મચારીઓએ ચોક્સાઇપૂર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...