સહાય:સ્માર્ટ ફોનની ખરીદી પર ખેડૂતને કી-પેડના ફોનની કિંમત જેટલી સહાય

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારની સ્માર્ટ સહાય યોજના લોલીપોપ સમાન
  • સહાય માટે થોકડોબંધ દસ્તાવેજો આપવા પડે છે

ગુજરાતભરના ખેડૂતો સ્માર્ટ બને અને દરેક પાસે સ્માર્ટ મોબાઈલ હોય, જેથી સરકાર દ્વારા સ્માર્ટ મોબાઈલની ખરીદી પર સહાય આપવાની જાહેરાત કરી હતી. જે ખેડૂતો સરકારની આ સ્માર્ટ મોબાઈલની સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેમના માટે તા. 26-11-2021થી ઓનલાઇન નોંધણી શરૂ કરી હતી. જેમાં મોબાઈલની ખરીદી પર 10 ટકા અથવા રૂ.1500 ( બે માંથી જે ઓછું હોઈ તે )ની સહાય આપવામાં આવે છે.

આટલા રકમની સહાય તો કી-પેડ મોબાઈલની ખરીદી પર હોઈ તો યોગ્ય ગણાય. પરંતુ સ્માર્ટ મોબાઈલ પર નજીવી સહાયથી સરકારની સ્માર્ટ ગણાતી યોજના લોલીપોપ સમાન હોઈ તેવું જણાય રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો ખેડૂત 10 હજારની કિંમતનો મોબાઈલ લેવા જાય તો તેને માત્ર રૂ.1000ની સહાય મળે છે. જ્યારે 20,000થી વધુની રકમનો મોબાઈલ ખરીદે, ત્યારે તેમને વધુમાં વધુ રૂ. 1500 જેટલી સહાય મળે છે.

સ્માર્ટ મોબાઈલની ખરીદી પર ખેડૂતને જે સહાય આપવામાં આવે છે, તેના કરતા વધુ ડિસ્કાઉન્ટ તો મોબાઈલ - ફોન વિક્રેતા આપે છે. ખેડૂતને આ સહાય મેળવવા પણ ઓનલાઇન અરજી કર્યાની પ્રિન્ટ, મંજૂરી હુકમ, 7/12/8નો દાખલો, મોબાઈલનું જીએસટીવાળું બિલ જેવા દસ્તાવેજો આપવા પડે છે અને 2 મહિને સહાય બેંકના એકાઉન્ટમાં જમા થાય છે. જો કે રાજકોટ ગ્રામ્યના માત્ર 290 જ ખેડૂતે અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...