તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મદદ:રાજકોટના 851 એકમોને 43.61 કરોડની સહાયઃ 585 નાના લોનના લાભાર્થી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 સંક્રમણ પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતિનો મહત્તમ લાભ લઇ આફતને અવસરમાં પલટાવવાનો લઘુ-મધ્યમ અને એમએસએમઇ ઉદ્યોગોને મુખ્યમંત્રીએ આહવાન આપ્યું હતું અને આ આહવાનને પડકાર સમજીને ઉપાડી લેનારા રાજકોટના 851 સહિત રાજ્યના 13000 એકમોને રૂ.1369 કરોડની આર્થિક સહાય એક જ કલીકથી ગાંધીનગર બેઠા-બેઠા ઉદ્યોગકારોના ખાતામાં ડીબીટીથી જમા કરાવવાની પહેલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો.

રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરીએ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રીએ શુક્રવારે સવારે તમામ જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર, એન્જિનિયરિંગ એસોસિએશન સહિતના વિવિધ ઉદ્યોગ-વેપારના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી જેમાં કોરોના-કોરોના કરીને બેસી રહેવાના બદલે કોરોના સાથે કોરોના સામે જંગ આદરીને કોરોનાને હરાવવા આપણે સતર્કતા સાવચેતી સાથે વેપાર, ઉદ્યોગ ધંધા-રોજગારને પહેલા કરતા પણ વધુ તેજ ગતિ, વધુ ઉત્પાદન, વધુ સારી ગુણવત્તા સાથે આગળ ધપાવી વિકાસની રફતારને નવી ગતિ આપવી છે. મુખ્યમંત્રીએ રાજકોટના 851 એકમોને રૂ.43.61 કરોડની આર્થિક સહાય કરી હતી જ્યારે બાકીના 585 નાની લોનના લાભાર્થીઓને રૂ.3 કરોડ મળી કુલ રૂ.46.61 કરોડની આર્થિક સહાય આપી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો