તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાડોશીને સમજાવવા ગયેલા સાસુ-વહુ પર હુમલો, ધમકી

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હરિપર ગામે યુવાનને ચાર શખ્સે માર માર્યો

શહેરના જામનગર રોડ, બજરંગવાડી-10/11માં રહેતા નસીમબેન અલીફભાઇ પઢિયાર નામની પરિણીતાએ પાડોશમાં જ રહેતા નજમા દલવાણી, જાવિદ દલવાણી અને હાફિજ ઉર્ફે હાફલો દલવાણી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ પરિવાર વિશે એલફેલ બોલતા હોય તેમને પોતાના ઘરની વાતો નહીં કરવાના મુદ્દે સમજાવવા ગયા ત્યારે આરોપીઓ ઉશ્કેરાય જઇ પોતાને તેમજ સાસુ જાયદાબેન સાથે ઝઘડો કરી માર માર્યો અને પરિવારને જાનથી મારી નાખીશુંની ધમકી આપી હતી.

બીજો બનાવ તાલુકાના હરિપર ગામે બન્યો છે. ખેતીકામ કરતા રવજી પ્રેમજીભાઇ ચાવડા નામના યુવાને ગામના જ સતિષ રાતડિયા, તેના પુત્રો જીતેશ, લાલજી અને કાનજી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ તેમના માલઢોર વાડીમાં છૂટા મૂકી દેતા હોય અને તેમને જમીન પર કબજો કરવો હોય અવારનવાર જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા હતા. શુક્રવારે આરોપી પિતા-પુત્રો ઉશ્કેરાય જઇ લાકડીથી હુમલો કરી ઇજા પહોંચાડી છે. પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ એસસીએસટી સેલને સોંપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો