ક્રાઇમ:ગાળો બોલવાની ના કહેતા યુવતી પર ધારિયાથી હુમલો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોટીલામાં ગાળ બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા શખ્સે યુવતી પર ધારિયાથી હુમલો કર્યો હતો, ઘવાયેલી યુવતીને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચોટીલામાં બ્રહ્મસમાજની વાડી પાસે રહેતી અને તળેટીમાં પાણીની બોટલ વેચીને ગુજરાન ચલાવતી જ્યોતિ વિજયભાઇ લોરિયા (ઉ.વ.20) પોતાના ઘર પાસે હતી ત્યારે તેના પાડોશી વિનુ દારૂનો નશો કરી ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના કહેતા વિનુએ ઉશ્કેરાઇને જ્યોતિને ધારિયાનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે કાર્યવાહી કરી હતી.

ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતા વિનુ ભીખાભાઇ ડાભી (ઉ.વ.45)ના ઘર પર કોઇએ પથ્થરમારો કરતા વિનુએ ઘરની બહાર નીકળીને નજીકમાં ઊભેલા ભગો, સાગર અને કેશુને પથ્થરના ઘા કોણે કર્યા તેમ પૂછતાં આ ત્રિપુટીએ અમારા પર કેમ શંકા કરો છો કહી વિનુ ડાભી પર લાકડીથી હુમલો કર્યો હતો. ઘવાયેલા વિનુ ડાભીને રાજકોટ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...