રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ડાયરાઓ ગજવતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા છ દિવસથી પોલીસથી નાસ્તા ભાગતા ફરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વખતે દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતો. આ કેસમાં હવે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે.
વકીલ મારફતે જામીન અરજી કરી
લોક સાહિત્યકાર અને "રાણો રાણાની રીતે" ફેઈમ દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે. 7 ડિસેમ્બરના રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા પર સર્વેશ્વર ચોકમાં હુમલો કરવાના કેસમાં છ દિવસથી ફરાર છે. અંગત અદાવતમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાની કૌશિશનો ગુનો દાખલ કર્યો છે. રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 6 દિવસ થી શોધખોળ કરી રહી છે. જોકે આટલા દિવસો વીતી ગયા છતાં કોઈ ભાળ મેળવી શકી નથી. જોકે હવે લોકસાહિત્યકાર ભાગેલું દેવાયત ખવડે તેના વકીલ મારફતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે.
પોલીસ તપાસ કેમ ઢીલી?
ડાયરા ગજવતા દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા પર જે રીતના હુમલો કરવામાં આવ્યો તેના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે. તેમ છતાં પણ હજુ પોલીસ આરોપી દેવાયત ખવડની કેમ ધરપકડ કરી શકી નથી તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ સૂત્રોનું માનીએ તો દેવાયત ખવડ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટ સંબંધ ધરાવે છે. આરોપીઓ સામે કડક વલણ રાખવાનો દાવો કરતા અધિકારીઓ કેમ દેવાયત ખવડ સામેની તપાસમાં ઢીલાશ રાખી રહ્યા છે તે પણ મોટો સવાલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.