આપઘાત:કોલેજ જવા તૈયાર થવાનું કહી યુવતીએ રૂમમાં જઇ ચૂંદડી બાંધી જિંદગી ટૂંકાવી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જિંદગીમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે નાસીપાસ થઇ લોકો આપઘાતનો માર્ગ અપનાવી રહ્યાં છે. ત્યારે મંગળવારે આપઘાતના વધુ બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં યુવતીએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આપઘાતનો બનાવ કેનાલ રોડ, કુંભારવાડામાં મંગળવારે સવારે બન્યો છે. કુંભારવાડા 1-6માં રહેતી દિપ્તી સંજયભાઇ ઘોષ નામની 22 વર્ષની યુવતીએ રૂમમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. ઇમિટેશનની મજૂરીકામ કરતા સંજયભાઇના જણાવ્યા મુજબ, તેઓ મૂળ બંગાળના છે અને વર્ષોથી રાજકોટમાં રહે છે. તેમને સંતાનમાં બે પુત્ર, એક પુત્રી છે. તે પૈકી સૌથી મોટી પુત્રી દિપ્તી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આજે સવારે કોલેજ જવાનું હોય તૈયાર થવા જતી હોવાનું કહી રૂમમાં જઇ પગલું ભરી લીધું હતું. જોકે, ક્યા કારણોસર પુત્રીએ પગલું ભર્યુ તેનાથી પરિવારજનો અજાણ છે. પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...