તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:કુવાડવા પોલીસ મથકના ASIનું ચાલુ ફરજે મૃત્યુ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્ય બનાવમાં રૈયાધારના વૃદ્ધનો આપઘાત

પોલીસમાં ફરજ બજાવતા એએસઆઇ મહેશભાઇ ફકીરાભાઇ મુલિયાણાનું ચાલુ ફરજે મૃત્યુ નીપજ્યું છે. ભીલવાસમાં રહેતા અને કુવાડવા રોડ પોલીસ મથકમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા મહેશભાઇ ગત રાતે ફરજ પર હતા ત્યારે ચાલુ ફરજે છાતીમાં દુ:ખાવો થતા તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. એએસઆઇ મહેશભાઇને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી હતી.

જ્યારે રૈયાધાર પાસેના શાસ્ત્રીનગરમાં રહેતા મેરાભાઇ પવાભાઇ શિયાર નામના વૃધ્ધે સોમવારે સવારે તેમના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. યુનિવર્સિટી રોડ પોલીસ મથકના હેડ કોન્સ. એસ.એમ.ખેરાણીની તપાસમાં મૃતકને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. મેરાભાઇના આપઘાતના કારણથી પરિવારજનો પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો