તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Ashavarkar And Asha Facilitator Sisters In Rajkot Accused Of Exploiting The Government On The Issue Of Salaries, Increased Rs 33.33 And Rs 16.33 And Mocked The Sisters

આક્ષેપ:રાજકોટમાં આશાવર્કર અને આશા ફેસિલીટેટર બહેનોનો પગાર મુદ્દે સરકાર પર શોષણનો આક્ષેપ, 33.33 અને 16.33 રૂપિયાનો વધારો આપી બહેનોની મજાક ઉડાવી

રાજકોટ2 મહિનો પહેલા
મહેનતાણું ચુકવવામાં આવ્યું ન હોવાનો પણ આક્ષેપ કરવમાં આવ્યો
  • માંગણી નહીં સંતોષાય તો CMને રૂબરૂમાં રજુઆત કરવામાં આવશે- મહિલા શક્તિ સેના સંગઠન

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે આશા વર્કર બહેનોએ પોતાની માંગ સાથે વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં સરકાર દ્વારા તેઓની સતત અવગણના કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા 33.33 રૂપિયાનો મામુલી વધારો કરી આશાવર્કર બહેનોનું શોષણ કરવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જુલાઇ 2020 થી થયેલ આ વધારાનું મહેનતાણું ચુકવવામાં આવ્યું ન હોવાનો પણ આક્ષેપ કરવમાં આવ્યો છે.

કોરોનામાં 14 મહિનાથી નિરંતર કાર્યરત
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે રજુઆત કરવા પહોંચેલ આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે કોરોના એ કહેર મચાવ્યો છે ત્યારે કપરા સંજોગોમાં માનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓ હસ્તકના તમામ અર્બન ફેલ્થ સેન્ટર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ બની છેલ્લા 14 મહિનાથી લગાતાર દેશહિતમાં જનતાના જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે.

મહેનતાણું ચુકવવામાં આવ્યું ન હોવાનો પણ આક્ષેપ કરવમાં આવ્યો
મહેનતાણું ચુકવવામાં આવ્યું ન હોવાનો પણ આક્ષેપ કરવમાં આવ્યો

માંગણી નહીં સંતોષાય તો CMને રૂબરૂમાં રજુઆત કરવામાં આવશે- મહિલા શક્તિ સેના સંગઠન
આ સાથે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા બહેનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આશા વર્કર બહેનોને 33.33 રૂપિયા અને આશા ફેસિલિટેટર બહેનોને 16.33 રૂપિયાનો વધારો આપી મજાક બનાવવામાં આવેલ છે. ઉલ્લેખનિય છે કે આજે આવેદન પત્ર પાઠવી યોગ્ય વેતન આપવા માંગણી કરતી આશા વર્કર બહેનો અને આશા ફેસીલીટેટર બહેનો એ ચીમકી પણ ઉચારી છે જેમાં તેઓની માંગ નહીં સંતોષાય તો આવતા દિવસોમાં ગાંધીનગર ખાતે CMને રૂબરૂ રજુઆત કરવામાં આવશે.