હવામાન:વાતાવરણ ચોખ્ખું થતા પાકને મોટું નુકસાન થતા અટકી ગયું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલની ઊભડીમાં પ્લાસ્ટિકનું આવરણ - Divya Bhaskar
તલની ઊભડીમાં પ્લાસ્ટિકનું આવરણ
  • રાજકોટ જિલ્લામાં 20 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે

ભારે પવન અને વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં તલ, મગ, અડદ, મગફળી સહિતના પાક ઉપરાંત બાગાયતી પાકને નુકસાની થઈ છે. રાજકોટમાં બુધવારે વાતાવરણ ચોખ્ખું થઈ જતા પાકને ગંભીર નુકસાની થતા અટકી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી રમેશ ટીલવા જણાવે છે. હાલ ખેતરોમાં પ્રાથમિક સરવે શરૂ કરવામાં આવ્યો છે.

સરવે માટે ગામના સરપંચ, ગ્રામસેવક વગેરેની મદદ લેવાશે. રાજકોટ જિલ્લામાં 20 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે.વધુમાં જિલ્લા ખેતીવાડી અધિકારી રમેશ ટીલવાના જણાવ્યાનુસાર હાલ 11 તાલુકામાં પ્રાથમિક સરવે શરૂ કરવામાં આવ્યો છે. પ્રાથમિક સરવેમાં 5 થી 10 ટકા નુકસાની થઈ હોવાનો અંદાજ બહાર આવ્યો છે. તૈયાર પાકમાં છોડ પડી જવો કે બગડી જવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ તલ વાઢ્યા બાદ 10-15 પૂળા ભેગા કરીને તેની ઊભડી કરી હતી. વાવાઝોડાની આગાહીને પગલે ખેડૂતોએ તેને પ્લાસ્ટિકનું આવરણ કર્યુ હતું. જેને કારણે તેમાં નુકસાન થતા અટકી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...