• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • As The Monsoon Approached, Hoarders Set Out To Sell Goods, With Edible Oil Prices Hovering Around Rs. Decreased From 30 To 290

સંગ્રહખોરો બહાર આવતા ભાવઘટાડો:ચોમાસું નજીક આવતા જ માલ વેચવા કાઢ્યો, ખાદ્યતેલના ભાવ 30થી 290 રૂપિયા સુધી ઘટ્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તેજી બાદ વાયદા ભાવ નીચા ગયા, લોકડાઉન લંબાવવાની ધારણા ખોટી પડી

સંગ્રહખોરોને કારણે ખાદ્યતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન એમસીએક્સમાં સતત ઊંચા ભાવે સોદા થવાને કારણે સિંગતેલના ભાવે રૂ. 2600ની સપાટી કુદાવી હતી. આ સિવાય સાઇડતેલોમાં પણ ભાવ ઉછાળો જોવા મળ્યો હતો.જ્યારે બીજી તરફ લોકડાઉન લંબાશે તેવી ધારણાએ સ્ટોક વધુ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ધારણા પણ ખોટી પડી છે. જેને કારણે એક મહિનામાં જ ખાદ્યતેલમાં રૂ. 30થી લઇને રૂ.290 સુધીનો ભાવ ઘટાડો આવ્યો છે.

વિવિધ બ્રાન્ડના તેલમાં ભાવઘટાડો
12 મેના રોજ સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2680 હતો. જે શનિવારે 12 જૂનના રોજ રૂ. 2490 થયો હતો. જ્યારે કપાસિયાનો ભાવ રૂ. 2460માંથી ઘટીને રૂ. 2325 એ પહોંચી ગયા હતા. પામોલીન તેલના ભાવમાં રૂ. 250નો ઘટાડો આવતા પામોલીન તેલનો ડબ્બો રૂ.1860નો થયો છે. જે ગત માસમાં ડબ્બાએ રૂ. 2100ની સપાટી કુદાવીને રૂ. 2150નો થયો હતો.પામોલીન બાદ ભાવ ઘટાડમાં સોયાબીન બીજા ક્રમે રહ્યું છે. સનફ્લાવર તેલમાં રૂ.250નો ઘટાડો થયો છે અને તેનો ભાવ રૂ. 2660માંથી ઘટીને રૂ.2410 નો થયો છે. કોર્ન ઓઇલનો ભાવ મે માસમાં રૂ. 2240 રહ્યો હતો. જેના ભાવમાં રૂ. 250નો ઘટાડો આવતા કોર્ન ઓઈલનો ભાવ રૂ. 2090નો થયો છે.

દિવેલનો ભાવ 60 રૂપિયા ઘટ્યો
વનસ્પતિ ઘીનો ભાવ રૂ.1930માંથી રૂ. 30 ઘટી જતા હવે તેનો ભાવ રૂ. 1900નો થયો છે અને કોકોનેટ તેલના ભાવ રૂ. 3300 માંથી રૂ. 3160 ના થયા છે. આમ, કોકોનેટ તેલના ભાવમાં રૂ.140નો ઘટાડો આવ્યો છે. અને દિવેલના ભાવ રૂ. 60 ઘટતા હવે તેનો ભાવ રૂ.1790 નો થયો છે. શનિવારે સિંગતેલના ભાવમાં રૂ.10નો ઘટાડો આવ્યો હતો. શનિવારે સિંગતેલ લૂઝમાં રૂ.1400ના ભાવે સોદા થયા હતા.જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. કપાસિયા વોશનો ભાવ રૂ.1300થી લઈને રૂ.1305 સુધી હતો. કંડલા પામનો ભાવ રૂ.1125 થી લઈને રૂ. 1127 સુધી બોલાયો હતો.

આ વર્ષે પણ સંગ્રહખોર વેપારીઓને એવી આશા હતી કે ચોમાસું શરૂ થાય તે પહેલાના દિવસોમાં માલ વેચીને તગડો નફો કમાઇ લેવો અને થયું પણ એવું જ. જો કે આ વખતે નફો કમાવવાનું પ્રમાણ ગત વર્ષ કરતા થોડું ઓછું રહ્યું છે. બજારમાં સિંગતેલના ડબ્બાના ઢગલાં થતાં ભાવ ઘટ્યા છે. જેના કારણે આ સમયે ખરીદી કરનારાઓને થોડી રાહત થઇ છે. બીજી બાજુ સંગ્રહખોરોને તો નફામાં થોડી નુકસાની સાથે રોકડી થઇ જ છે.

અન્ય સમાચારો પણ છે...