સમસ્યા:ગુરુવારે ડ્રાઈવિંગ ટેસ્ટ બંધ રહેતા 250થી વધુ વાહનચાલકો રઝળ્યા, ટેસ્ટ ટ્રેક ખરાબ થયો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હવે આવતા સપ્તાહે એપોઇન્ટમેન્ટ મળશે

આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર દરરોજ 300થી વધુ અરજદારો બાઈક અને કારની ટેસ્ટ આપી રહ્યા છે. 18મીને ગુરુવારે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ખામી આવતા બંધ રખાયો હતો. 18મીએ ટ્રેક બંધ રહેવાની જાહેરાત પણ આરટીઓ તંત્રએ 17મીએ મોડી સાંજે કરતા મોટાભાગના અરજદારો અજાણ રહ્યા હતા અને 18મીની એપોઇન્ટમેન્ટ જે લોકોએ લીધી હતી તેઓ આરટીઓ કચેરીએ ટેસ્ટ આપવા પહોંચી ગયા હતા

જ્યાં તેમને ધક્કો થતા આખો દિવસ અંદાજિત 250થી વધુ વાહનચાલકો રઝળ્યા હતા. હવે આ તમામ અરજદારોને આવતા સપ્તાહે નવી એપોઇન્ટમેન્ટ આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેક બંધ રહેવાનો હોય ત્યારે તંત્ર દ્વારા અરજદારોને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવતી નહીં હોવાને લીધે લોકોને આરટીઓ કચેરીએ ધક્કો ખાવો પડે છે.

HGV પ્રકારના વાહનો માટે BY સિરીઝનું રિ-ઇ ઓકશન
HGV (હેવી ગુડ્ઝ વ્હિકલ) પ્રકારના વાહનો માટેની GJ03BY સિરીઝ તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન તેમજ સિલ્વર નંબરોની સિરીઝ રિ-ઈ ઓક્શન કરાશે. ગોલ્ડન નંબર માટે ફી રૂ.40,000, સિલ્વર નંબર માટે રૂ. 15,000 ફી રાખવામાં આવી છે. ગોલ્ડન, તેમજ સિલ્વર પસંદગીના નંબરો મેળવવા માટે તા. 22થી 24 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...