તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • As Soon As The Queue Of 100 Ambulances Started, 17 Ventilators Were Handed Over To A Private Hospital, Killing 1440 Out Of 3670 Patients Admitted To The Civil Hospital.

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:રાજકોટમાં 100 એમ્બ્યુલન્સની કતાર લાગતી ત્યારે જ 17 વેન્ટિલેટરની ખાનગી હોસ્પિટલને લ્હાણી કરી, તેમણે દર્દીઓને બેફામ લૂંટ્યાં!

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
આ તસવીર 20 એપ્રિલની છે ત્યારે એમ્બ્યુલન્સની લાંબી લાઈન અને 15 કલાકનું વેઈટિંગ હતું - Divya Bhaskar
આ તસવીર 20 એપ્રિલની છે ત્યારે એમ્બ્યુલન્સની લાંબી લાઈન અને 15 કલાકનું વેઈટિંગ હતું
 • શ્વાસ માટે સંઘર્ષના 30 દિવસ: બીજી લહેરમાં સિવિલમાં જેટલા દાખલ થયા તેમાંથી 39 ટકા દર્દીનાં મોત
 • સિવિલમાં દાખલ 3670 દર્દીમાંથી 1440નાં મોત
 • સિવિલમાં ઓક્સિજન બેડ અને વેન્ટિલેટરની અછત હતી, ઓક્સિજન લેવલ 50 હોય તો પણ વેન્ટિલેટર મળતું ન હતું તે પણ મૃતાંકના અસામાન્ય વધારાનું એક કારણ હોઈ શકે
 • સ્ટાર સીનર્જી, સદભાવના, સેલસ, દોશી, જલારામ, શિવ, વેદાંત અને સુરભી હોસ્પિટલ સિવિલના જ મશીન વાપરે છે
 • ઉદય શિવાનંદ અગ્નિકાંડમાં જે વેન્ટિલેટર બળી ગયા તે પૈકી 5 સિવિલમાંથી લવાયા હતા
 • અમુક હોસ્પિટલ જે મનપા કે જિલ્લા આરોગ્યના રેકોર્ડ પર કોવિડ તરીકે નોંધાયેલી નથી તે પણ વેન્ટિલેટર લઈ ગઈ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 1 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન 3670 દર્દીઓ દાખલ કરાયા હતા અને તેમાંથી 1440 એટલે કે 39 ટકા મોતને ભેટ્યા છે જે 39 ટકા જેટલો અસામાન્ય વધારો ધરાવતો ડેથ રેટ છે. લોકો 15-15 કલાક લાઈનમાં રહીને સારવાર માટે ઝંખતા હતા ત્યારે આટલા બધાં મોત પાછળ ક્યા ક્યા કારણ હોઈ શકે તે જાણવા તપાસ કરી તો જોવા મળ્યું કે, ઘણા દર્દીનો વારો આવી જાય તો પણ આઇસીયુમાં વેન્ટિલેટર ખાલી થતા ન હતા. ઓક્સિજન લેવલ 50 હોય તો પણ માત્ર ઓક્સિજન જ અપાતું અને આખરે દર્દીનો શ્વાસ થંભી જતો હતો.

સિવિલમાં જ પૂરતા વેન્ટિલેટર નહોતા
બીજી તરફ સિવિલ હોસ્પિટલમાંથી ઘણી ખાનગી હોસ્પિટલ મફતમાં વેન્ટિલેટર લઈ ગઈ તેથી તે લિસ્ટ પણ મેળવતા જાણવા મળ્યું હતું કે, તા. 17થી 26 એપ્રિલ એટલે કોરોનાના સૌથી કપરા સમયમાં સિવિલમાં વેન્ટિલેટર કે બાયપેપ ખાલી ન હોય તેવી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાંથી 17 વેન્ટિલેટરની ખેરાત ખાનગી હોસ્પિટલને કરાઈ હતી. તંત્રએ સૌથી પહેલા ગરીબ દર્દીઓ માટે પૂરતા વેન્ટિલેટર ગોઠવ્યા વગર જ ખાનગીને આપી દીધા આ પણ એક કારણ હોઈ શકે કે જેથી લોકોને સમયસર સારવાર ન મળી.

દર્દીઓનું વેઇટિંગ હોવા છતાં વેન્ટિલેટર અપાયા
સિવિલમાંથી ક્યારે અને કેટલી હોસ્પિટલને વેન્ટિલેટર આપવામાં આવ્યા તેનું લિસ્ટ મેળવતા સપ્ટેમ્બર-2020થી અત્યાર સુધીમાં 103 વેન્ટિલેટર આપ્યાનું નોંધાયું છે. 17 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન શિવ હોસ્પિટલ, સુરભી હોસ્પિટલ, દોશી હોસ્પિટલ, પ્રાઈમ હોસ્પિટલ, સેલસ હોસ્પિટલ અને ગોકુલ હોસ્પિટલને 17 વેન્ટિલેટર આપી દેવાયા હતા. આ એ જ સમય હતો જ્યારે સિવિલમાં 15 કલાકે દાખલ થયા બાદ પણ દર્દીઓને વેન્ટિલેટર મળતા ન હતા.

ખાનગી હોસ્પિટલે દર્દીઓ પાસેથી બેફામ રૂપિયા વસૂલ્યા
તંત્રએ આ દર્દીઓ માટે વેન્ટિલેટર ઈન્સ્ટોલ કર્યા નહિ અને ખાનગી હોસ્પિટલને આપી દીધા જેણે પ્રતિ દિવસ પ્રતિ વેન્ટિલેટર 21500 રૂપિયા લેખે કમાણી કરી લીધી છે. માત્ર એટલું જ નહિ 5 હોસ્પિટલ તો એવી છે જે તંત્રના ચોપડે નોંધાયેલી કોવિડ હોસ્પિટલમાં છે જ નહિ જેમ કે ઓમ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ, પ્રાઈમ હોસ્પિટલ આમ છતાં વેન્ટિલેટર લઈ ગઈ છે. વેદાંત હોસ્પિટલ સપ્ટેમ્બરમાં બે વેન્ટિલેટર લઈ ગઈ ત્યારબાદ પરત જ આપ્યા નથી અને નવી ખરીદ કરવાને બદલે મફતના વેન્ટિલેટરમાંથી કમાણી કરી રહ્યા છે. સુરભી ગ્રૂપની સુરભી હોસ્પિટલ શરૂ થઈ ત્યારે નવા વેન્ટિલેટર લેવાને બદલે મફતમાં સિવિલમાંથી લીધા. ઉદય શિવાનંદ અગ્નિકાંડમાં જે વેન્ટિલેટર બળી ગયા તેમાંથી 5 પણ સરકારી હોવાનું જોવા મળ્યું છે.

ઘણી હોસ્પિટલ એકથી વધુ વખત વેન્ટિલેટર લઈ ગઈ
એવી ઘણી હોસ્પિટલ છે જેમને એક વખત વેન્ટિલેટર આપ્યા બાદ જાણે ફાવતું મળી ગયું હોય તેમ ફરી વખત માંગ કરી હતી. આ પૈકી સેલસ અને દોશી હોસ્પિટલ ત્રણથી ચાર વખત વેન્ટિલેટર લઈ ગયા છે.

 • સરકારે ખાનગી હોસ્પિટલને નવા વેન્ટિલેટર ન આવે ત્યાં સુધી વિનામૂલ્યે આપ્યા હતા તો હોસ્પિટલે પણ વેન્ટિલેટરની એ રાહત દર્દી સુધી પહોંચાડી તેનો ચાર્જ ન લેવો જોઈએ. સિવિલમાં છેલ્લે જે વેન્ટિલેટર આપ્યા તેની પાછળ ઓક્સિજનનું પ્રેશર સહિતના મુદ્દા હતા એટલે ઉપયોગમાં લઈ શકાય તેમ ન હતા એટલે આપ્યા હતા. હવે ધીરે ધીરે વેન્ટિલેટર પરત લેવાશે અને તેમાં પણ જો કોઇએ સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો હશે તો કાર્યવાહી કરાશે’ - રેમ્યા મોહન, જિલ્લા કલેક્ટર
 • વેન્ટિલેટર ફાળવવાનો હુકમ સરકારે કર્યો હતો તેમજ તેમાં સિવિલનો કોઇ રોલ નથી. વહીવટી તંત્ર તરફથી જ્યારે જ્યારે સૂચના આપવામાં આવી તે હોસ્પિટલ કે સંસ્થાને અમે વેન્ટિલેટર પૂરા પાડી દીધા છે, વેન્ટિલેટરની ફાળવણી કરવામાં પીડીયુ સિવિલ હોસ્પિટલનો કોઈ રોલ હતો નહીં અને હજુ પણ નથી આ કારણે વેન્ટિલેટર પરત લેવા અંગે પણ અમે કશું કાર્યવાહી કરી ન શકીએ’. - ડો. આર. એસ. ત્રિવેદી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ

આ ખાનગી હોસ્પિટલને 103 વેન્ટિલેટરની લહાણી કરાઈ

હોસ્પિટલવેન્ટિલેટર

કઈ-કઈ તારીખે આપવામાં આવ્યા

સ્ટાર સીનર્જી હોસ્પિટલ5

4-10-2020, 30-10-2020

તેલી હોસ્પિટલ ધોરાજી202-10-2020
વેદાંત હોસ્પિટલ202-10-2020
સદભાવના હોસ્પિટલ4

2-10-2020, 25-03-2021

સ્કંદ હોસ્પિટલ3

24-09-2020, 25-09-2020

દેવ ચિરાયુ હોસ્પિટલ625-09-2020
સ્ટાર કોવિડ હોસ્પિટલ325-09-2020
સેલસ હોસ્પિટલ8

21-09-2020, 18-09-2020, 17-11-2020, 19-04-2021

સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ222-09-2020
અમૃત હોસ્પિટલ ગોંડલ526-09-2020
એચ.જે. દોશી હોસ્પિટલ13

18-09-2020, 21-09-2020, 26-04-2021

સ્ટર્લિંગ હોસ્પિટલ6

07-09-2020, 18-09-2020,

જલારામ હોસ્પિટલ10

08-09-2020, 09-09-2020

સત્કાર હોસ્પિટલ208-09-2020
ગોકુલ હોસ્પિટલ409-04-2021
શાંતિ કોવિડ હોસ્પિટલ221-09-2020
ઉદય શિવાનંદ હોસ્પિટલ519-11-2020
મેડિકેર હોસ્પિટલ225-03-2021
ક્રિષ્ના કોવિડ હોસ્પિટલ227-03-2021
પરમ હોસ્પિટલ102-04-2021
શિવ હોસ્પિટલ117-04-2021
ઓમ હોસ્પિટલ2તારીખ નથી
સુરભી હોસ્પિટલ6

17-04-2021, 26-04-2021

પ્રાઈમ હોસ્પિટલ120-04-2021