સુપર વિનિંગ બાદ ગ્રાન્ડ સેલિબ્રેશન:જીત બાદ ટીમ ઇન્ડિયા હોટલે પહોંચતા જ ગરબા, આતશબાજીથી સ્વાગત, સેન્ચુરિયન સૂર્યાએ કેક કાપી, હાર્દિકે ફેનને ઓટોગ્રાફ આપ્યો

રાજકોટ2 મહિનો પહેલા

ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં રમાયેલ ટી-20 મેચની શ્રેણીની ફાઈનલ મેચમાં ભવ્ય જીત બાદ ભારતીય ખેલાડીઓ કાલાવડ રોડ સ્થિત હોટલ સયાજી ખાતે પહોંચ્યા હતા. હોટલ પહોંચતા જ ખેલાડીઓનું ગુજરાતની ઓળખસમા ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે શાનદાર સેન્ચુરી ફટકારનાર સૂર્યકુમાર યાદવ હોટલ પહોંચતા ફટાકડા ફોડી કેક કટિંગ કરી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાના એક ફેનને ઓટોગ્રાફ્સ આપ્યો હતો.

સૂર્યા પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો
ભારત અને શ્રીલંકા T-20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રને હાર આપી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 229 રનના ટાર્ગેટની સામે શ્રીલંકા 16.4 ઓવરમાં 137 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. 2:1 સિરીઝ કબજે કરી ભારતમાં સૂર્યકુમાર યાદવને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે અક્ષર પટેલને આખી સિરીઝમાં ઓલરાઉન્ડ પરફોર્મન્સ માટે પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

હોટલમાં પ્રવેશતી વખતે હાર્દિક પંડ્યાએ ફેનને ઓટોગ્રાફ આપ્યો.
હોટલમાં પ્રવેશતી વખતે હાર્દિક પંડ્યાએ ફેનને ઓટોગ્રાફ આપ્યો.

સૂર્યા હવે ત્રણ સેન્ચુરી સાથે બીજા નંબરે
ગઈકાલે રાજકોટ ખાતે સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામે 45 બોલમાં સદી ફટકારી હતી. આ તેની T-20 ઈન્ટરનેશનલ કરિયરની ત્રીજી સદી છે. આ સૌથી બીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી હતી. ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ રોહિત શર્મા અને સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરના નામે છે. તેઓએ 35 બોલમાં સદી ફટકારી હતી. સૌથી વધુ સેન્ચુરી મારવાના લિસ્ટમાં તે હવે બીજા નંબરે આવી ગયો છે. પહેલા નંબરે રોહિત શર્મા 4 સેન્ચુરી સાથે છે. સૂર્યા હવે ત્રણ સેન્ચુરી સાથે બીજા નંબરે છે. ગઈકાલની મેચમાં સૂર્યકુમાર યાદવને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

સેન્ચુરી ફટકારનાર સૂર્યકુમાર યાદવનું આગમન થતાં જ ગરબાની રમઝટ અને આતશબાજી થઈ.
સેન્ચુરી ફટકારનાર સૂર્યકુમાર યાદવનું આગમન થતાં જ ગરબાની રમઝટ અને આતશબાજી થઈ.

દેશભરમાંથી ક્રિકેટરસિકો મેચ જોવા આવ્યા હતા
ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મેચની શ્રેણીની ફાઈનલ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઇ હતી. ત્યારે રાજકોટ સહિત દેશભરમાંથી ક્રિકેટરસિકો મેચ નિહાળવા સ્ટેડિયમ આવી પહોંચ્યા હતા. તિરંગા કોટી અને માથા પર સાફા પહેરી ક્રિકેટરસિકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યારે એક જ કારમાં શ્રીલંકન અને ભારતીય ફેન પોત પોતાના રાષ્ટ્રધ્વજ લહેરાવતા આવ્યા હતા.

સૂર્યકુમાર યાદવે હોટલમાં કેક કાપી સેલિબ્રેશન કર્યું.
સૂર્યકુમાર યાદવે હોટલમાં કેક કાપી સેલિબ્રેશન કર્યું.

મેચમાં 400થી વધુ પોલીસ જવાન તૈનાત રહ્યા
SCA સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકા વચ્ચેની ત્રીજી T-20 મેચમાં અનિચ્છનીય બનાવને અટકાવવા રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ 5 ડીવાય.એસ.પી., 10 પીઆઇ, 40 પીએસઆઇ, 232 પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના 32 કર્મચારીને બંદોબસ્તમાં તૈનાત કરવા આવ્યા હતા. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલની બે ટીમને પણ સ્ટેડિયમમાં તૈનાત કરાઇ હતી.

સૂર્યકુમારે કેક કાપી પોતે જ ખાવા લાગતા સૌ કોઈ હસવા લાગ્યા હતા.
સૂર્યકુમારે કેક કાપી પોતે જ ખાવા લાગતા સૌ કોઈ હસવા લાગ્યા હતા.

SCA સ્ટેડિયમની સુરક્ષામાં મોટી ચૂક રહી ગઈ
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી T20 મેચ રમાઈ ગઈ હતી. ત્યારે સ્ટેડિયમમાં પ્લેયર્સની સુરક્ષામાં એક મોટી ચૂક બની હતી. જેમાં એક યુવક મેચ પૂરી થતાંની સાથે જ ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો હતો. તે યુવક ગ્રાઉન્ડમાં જઈને પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમરાન મલિકના પગે પડી ગયો હતો. અને પછી તે મેઇન પિચ સુધી પહોંચી ગયો હતો. તે યુવક કૂદકા મારતાં-મારતાં મેઇન પિચ સુધી પહોંચી ગયો હતો અને ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને મળવા પહોંચ્યો હતો. જોકે શ્રીલંકાના એક પ્લેયરે તેને પકડીને બાઉન્સર્સને સોંપી દીધો હતો.

સૂર્યકુમાર યાદવની હોટલમાં એન્ટ્રી થતાં જ ઉપસ્થિત સૌ કોઈએ ચિચિયારી કરી હતી.
સૂર્યકુમાર યાદવની હોટલમાં એન્ટ્રી થતાં જ ઉપસ્થિત સૌ કોઈએ ચિચિયારી કરી હતી.
હોટલમાં ટીમ ઇન્ડિયાનું રેડ કાર્પેટ પર સ્વાગત.
હોટલમાં ટીમ ઇન્ડિયાનું રેડ કાર્પેટ પર સ્વાગત.
અન્ય સમાચારો પણ છે...