રાજકોટના સમાચાર:28મીએ PM મોદી રાજકોટ આવે તેવી શક્યતા, કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ કમિશનરે તૈયારીઓની સમીક્ષા કરી

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

મિશન 150 પ્‍લસના ટાર્ગેટ સાથે પ્રથમ તબક્કાની તમામ બેઠકો ભાજપના સ્‍ટાર પ્રચારકો ખુંદી વળ્‍યા છે. રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા, યોગી આદિત્‍યનાથ, અનુરાગ ઠાકુર, સ્‍મૃતિ ઈરાની સહિત અને કેન્‍દ્રના નેતાઓ તેમજ ભાજપના રાજયના ધારાસભ્‍યો પણ અલગ અલગ વિધાનસભા વિસ્‍તારમાં સભાઓ ગજવી રહ્યાં છે. તેમાં જ ભાજપના દિગ્‍ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે પાંચ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે હાલ એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે PM મોદી 28મીએ ફરી પ્રચાર માટે રાજકોટ આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં PM જનસભા સંબોધશે.

ચુટણી પંચના નાયબ કમિશનરે તૈયારીઓની સમીક્ષા કરી
કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.બી. જોશી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીની સમીક્ષા માટે રાજકોટ આવી પહોંચ્યા છે. તેમણે આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ચૂંટણી કામગીરી તેમજ તૈયારીઓનો ઝીણવટપૂર્વકનો તાગ મેળવ્યો હતો.

20 ગામડામાં મતદાન જાગૃતિનો કાર્યકમ યોજાયો
વિધાનસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાનો મત આપીને લોકશાહીના અવસરને ખરેખર સાર્થક બનાવે, તે હેતુસર રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના વડપણ હેઠળ કાર્યરત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યકમ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના કુલ 20 ગામડામાં શ્રમવિભાગની ટીમ દ્વારા દરેક ખેતમજૂરને મળીને તેમને મતદાનનું મહત્વ સમજાવીને તેમના વતન કે વિસ્તારમાં મતદાન અચૂકપણે કરવા અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...