ભાસ્કર વિશેષ:લોકડાઉનમાં લોકો પાસે કોઈ કામધંધો નહીં હોવાથી મોટાભાગનાએ શેરબજારમાં નાણાં રોકી કમાણી કરી

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2021-22 ના રિટર્નમાં શેરબજારથી થયેલી કમાણીની આવકમાં 50 ટકાનો ઉછાળો

વેપાર-નફો કરી લેવો એ ગુજરાતીઓના લોહીમાં છે. ગમે તે પરિસ્થિતિમાં ગુજરાત- સૌરાષ્ટ્રના લોકો આવકનું સાધન શોધી લે છે. લોકાડઉનમાં ફરજિયાત લોકોને ઘરે બેસી રહેવું પડ્યું હતું. આ નવરાશના સમયમાં સૌરાષ્ટ્રવાસીઓ પાસે કોઈ કામધંધો નહિ, વેપાર ધંધા બંધ રહેતા લોકોએ શેરબજારમાં રોકાણ કરીને ઘેરબેઠાં કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2021-22ના ફાઈલ થયેલા રિટર્નમાં શેરબજાર મારફતે થતી આવકમાં 10થી 50 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જ્યારે કોર્પોરેટ કરદાતાઓએ પોતાનો ટેક્સ ઓક્ટોબર માસમાં ભરવાનો રહેશે. તેની આવકમાં 30 ટકા સુધીનો વધારો નોંધાશે. તેમ સીએ અભિષેક દોશીએ જણાવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા સીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગની કામગીરી પૂરી થઈ છે. જેમાં સૌથી નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. લોકડાઉન ખુલ્યા બાદ દરેક ક્ષેત્રમાં ડિમાન્ડ વધી હતી. વેપાર- ઉદ્યોગમાં ઓર્ડર 6-6 મહિના સુધી વેઈટિંગમાં હતા. આથી, સૌરાષ્ટ્ર-કચ્છના કોર્પોરેટ કરદાતાઓ આ વખતે વધુ ટેક્સ ભરશે. જ્યારે એલઆઈસીમાં રોકાણ, મેડિક્લેમનું વળતર મેળવવા માટે બે વિકલ્પ રાખવામાં આવ્યા હતા. બેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો એ માટે કરદાતાઓ અવઢવમાં હતા.

રિટર્નમાં ક્લેમ બાદ કરનાર પાસેથી આઇટીએ ખુલાસો માગ્યો
કોરોનાની મહામારીને કારણે રિટર્નમાં પણ મેડિક્લેમ બાદ માગવામાં 30 ટકાનો વધારો નોંધાયો છે. આઈટી રિટર્નમાં જેને ક્લેમ બાદ માગ્યો છે તેવા લોકોને નોટીસ પાઠવીને આઈટીએ ખુલાસો માગ્યો છે. કોરોનામાં સૌથી વધુ વળતર માટે મેડિક્લેમ રજૂ થયા છે. જેમાં ખોટી રીતે ક્લેમ માગીને ટેક્સચોરી થઈ હોવાનું આવકવેરાની સામે આવ્યું છે. જેને કારણે મેડિક્લેમ રજૂ કરનાર પાસે આવકવેરાએ ખુલાસો માગ્યો છે. જેમાં કેટલી રકમનો વીમો હતો, કેટલા વખતથી બીમારી હતી, કેવા પ્રકારની હતી તે સહિતના મુદ્દાની આવકવેરા વિભાગ ચકાસણી કરશે.

નોટબંધીના વ્યવહારો હજુ નડશે
રિ-એસેસમેન્ટને કારણે અપીલ- ડિમાન્ડના કેસમાં વધારો થશે

નોટબંધી વખતે સોની વેપારી, પેટ્રોલપંપના સંચાલકો સહિતના ધંધાર્થીઓએ તકનો લાભ લઇને સૌથી વધુ કમાણી કરી હોવાનું જે- તે સમયે આવકવેરાની તપાસમાં ખુલ્યું હતું. આ કેસમાં એસેસમેન્ટ થઇ ગયા છે. પરંતુ ઉચ્ચ કક્ષાએથી રિ-એસેસમેન્ટના આદેશ મળતા આ કેસ હવે ફરી પાછા ખૂલશે. તેને 263 કલમનો રિવ્યૂ કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...