તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • As On July 7, The Number Of Destitute Children In The State Is 776, With Rajkot District Having The Highest Number Of 62 Children

બાળ સેવા:7 જુલાઈ સુધી રાજ્યમાં નિરાધાર બનેલા બાળકોની સંખ્યા 776, રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 62 બાળક

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિરાધાર બાળકોને સહાય અપાઈ હતી. - Divya Bhaskar
નિરાધાર બાળકોને સહાય અપાઈ હતી.

કોરોનાકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, માત્ર એટલું જ નહિ ઘણા એવા પણ બાળકો છે જેમણે કોવિડમાં બંને માતા અને પિતા ગુમાવ્યા હોય. આ પ્રકારના બાળકો પોતાના પરિવારજનો અથવા તો જે લોકો તેમને સાચવી રહ્યા છે તેમને મદદ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવાયો જેમાંથી રાજ્યભરના 33 જિલ્લામાં આ અંગેનો સરવે હાથ ધરવામાં આવ્યો હતો અને સમાજ સુરક્ષા વિભાગને આ કામગીરી સોંપવામાં આવી હતી, સરવે બાદ બુધવારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સહાય આપવામાં આવી હતી. 7 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાંથી સૌથી વધુ 62 બાળક રાજકોટમાં નિરાધાર થયા હોવાનું સામે આવ્યું હતું.

બુધવારે રાજકોટ જિલ્લાના 62 બાળકના ખાતામાં 4-4 હજાર રૂપિયા નાખવામાં આવ્યા હતા અને દર મહિને નાખવામાં આવશે. જ્યાં સુધી બાળકોની ઉંમર 18 વર્ષ સુધી ન પહોંચે. સાથો-સાથ રાજકોટ જિલ્લાની 4 બાળકીના સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા પણ ખોલવામાં આવ્યા હતા. જેથી તેઓને આગળ જતા કોઈ આર્થિક તકલીફનો સામનો ન કરવો પડે. રાજ્યભરમાં આજદિન સુધી 31.04 લાખની સહાય આપવામાં આવી છે.

કિસ્સો -1: હવે મારે મારા ભાઈ માટે હું જ માતા-પિતા
રાજકોટમાં મેડિકલ ક્ષેત્રે કામ કરતી 21 વર્ષીય યુવતીએ કહ્યું હતું કે, માતા-પિતાનું નિધન થતા 16 વર્ષના ભાઈની જવાબદારી આવી છે. હાલ સગાં-સંબંધીના ઘરે બંને ભાઈ બહેન રહીએ છીએ. સહાય મળી તેનાથી હાશકારો થયો છે, ભાઈને સાચવવા માતા-પિતા અને બહેનની જવાબદારી એકસાથે નિભાવી પડશે. ભાઈ હાલ 11માં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યો છે અને તેને પણ ડોક્ટર બનવું છે. જે સ્વપ્ન પણ પૂર્ણ કરવા સંપૂર્ણ મદદ કરીશ.

કિસ્સો-2: સરકાર દ્વારા બાળકોને મળેલી સહાય આવકારદાયક
રાજકોટ ખાતે રહેતા નિરાધાર થયેલા બાળકોના નાનીએ માહિતી આપતા કહ્યું હતું કે, બાળકોને જે સહાય આપવામાં આવી છે તે આવકારદાયક છે. નાની હોવાના નાતે બાળકોની હવે સંપૂર્ણ જવાબદારી નિભાવવાની છે, જે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બજાવીશ અને બંને બાળકોને જાગૃત નાગરિક પણ બનાવીશ. 17 વર્ષની દીકરીને સહાય મળતા ઉપસ્થિત રહેલા અનેક લોકો મદદ કરવા આગળ આવ્યા હતા.

રાજ્યના 33 જિલ્લામાં નોંધાયેલા નિરાધાર બાળકોની સંખ્યા

રાજકોટ62
અમદાવાદ42
અમરેલી19
અરવલ્લી26
આણંદ39
બનાસકાંઠા21
બોટાદ14
ભરૂચ19
ભાવનગર42
છોટાઉદેપુર6
દાહોદ21
ડાંગ11
દેવભૂમિ દ્વારકા13
ગાંધીનગર6
ગીર-સોમનાથ16
જામનગર24
જૂનાગઢ28
ખેડા36
કચ્છ31
મહેસાણા22
મોરબી12
મહીસાગર9
નર્મદા12
નવસારી30
પંચમહાલ30
પાટણ22
પોરબંદર11
સાબરકાંઠા36
સુરત29
સુરેન્દ્રનગર16
તાપી17
વડોદરા32
વલસાડ26
અન્ય સમાચારો પણ છે...