કોરોના રાજકોટ LIVE:વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ ચંદ્રપાર્ક અને પર્ણકુટીર સોસાયટીમાં એક વૃદ્ધ અને વૃદ્ધા પોઝિટિવ, આરોગ્ય વિભાગે કોન્ટેક ટ્રેસીંગની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 42824 પર પહોંચી

રાજકોટમાં આજે ફરી 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ ચંદ્રપાર્ક વિસ્તાર અને પર્ણકુટીર સોસાયટીમાં એક વૃધ્ધ અને એક વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે હાલ આરોગ્ય વિભાગે કોન્ટેક ટ્રેસીંગની કાર્યવાહી હાથ ધરી છે. તેથી આ બન્ને સોસાયટીમાં ગરબાનું આયોજન નહીં થઈ શકે અને જો મંજૂરી લેવામાં આવી હશે તો તે પણ રદ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ થોડા દિવસ પહેલા જાહેર થયેલા કોરોનાના બે વૃધ્ધ દર્દીએ વેક્સીન લીધા બાદ કોરોના પોઝિટિવ થયા હતા. ત્યારે ફરી બે લોકો પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42824 પર પહોંચી છે. શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 6654 નાગરિકોએ રસી લીધી હતી.

કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં શેરી ગરબાને પણ મંજૂરી નહીં
રાજકોટમાં નવરાત્રિમાં શેરી ગરબાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ જણાવ્યું છે કે, શહેરમાં જ્યાં પણ કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારને કન્ટેઈનટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકોએ જીવન જરૂરિયાતના કામો માટે જ બહાર જવાની મંજૂરી હશે. તે સિવાય કોઈ જ બહાર નીકળી શકશે નહીં. આવા કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં શેરી ગરબાને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરા.
રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરા.

નવરાત્રિમાં વેક્સિનનેશન બૂથ અને ટેસ્ટિંગ વધારાશે
વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં નવરાત્રિ સહિતના તહેવારો દરમિયાન કોરોનાના કેસ વધે નહીં અને સંક્રમણ ફેલાય નહીં તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ આપણે કોરોના ટેસ્ટિંગ ચાલુ છે અને રોજ 1500થી વધુના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.આગામી દિવસોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે. મોટા તહેવારમાં આપણે આગામી દિવસોમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશન બૂથ વધારવામાં આવશે. જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી ડોર ટુ ડોર વેક્સિન આપવામાં આવશે.

શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા 42826 થઈ
રાજકોટ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 42826 થઈ છે. જોકે નવા જાહેર થયેલા 2 કેસ સહિત એક્ટિવ કેસની સંખ્યા 3 જ છે જે રાહતની વાત છે. બીજી તરફ ધીરે ધીરે વાઇરલ ફ્લૂના કેસ પણ સ્થિર થઈને ઘટી રહ્યા છે જેથી કોરોના ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. મંગળવારે 24 કલાકમાં 1963 ટેસ્ટ કરાયા હતા જોકે તેમાંથી એકપણ પોઝિટિવ આવ્યા ન હતા. અત્યાર સુધીમાં શહેરમાં રેપિડ અને આરટીપીસીઆર સહિત કુલ 1406728 ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાંથી 3 ટકા પોઝિટિવ નીકળ્યા છે જ્યારે 98.92 ટકા રિકવરી રેટ મનપાએ નોંધ્યો છે.