• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • As Many As 1.50 Lakh Taxpayers Are Yet To Pay Taxes In Rajkot, Manpa Will Be Aggressive In Collecting Taxes, Property Will Be Sealed After Diwali

મનપા એક્શન મોડમાં:રાજકોટમાં 1.50 લાખ જેટલા કરદાતાઓનો વેરો ભરવાનો બાકી, વેરો વસુલવા મનપા આક્રમક બનશે, દિવાળી બાદ મિલકત સીલ કરવામાં આવશે

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • નવેમ્બર માસથી બાકી વેરાની કડક ઉઘરાણી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવશે : મ્યુનિ.કમિશનર અમિત અરોરા

રાજકોટ મનપા દ્વારા તાજેતરમાં જ જુલાઇ મહીના સુધી મિલકત વેરામાં 5થી 15 ટકા ડીસ્કાઉન્ટની સ્કીમ પૂર્ણ થઇ ત્યારે 4.50 લાખ જેટલા કરદાતાઓ પૈકી 2.25 લાખ જેટલા કરદાતાઓએ આ ડીસ્કાઉન્ટ સ્કીમનો લાભ લઇ એડવાન્સ મિલકત વેરો ભરી દીધો છે. હવે 1.50 લાખ જેટલા કરદાતાઓનો વેરો બાકી છે. જેમાં 10 હજારથી વધુની રકમનાં બાકીદારો ઉપર નવેમ્બર માસથી બાકી વેરાની કડક ઉઘરાણી તંત્ર દ્વારા શરૂ થનાર છે. હાલ પ્રથમ તબક્કે ડીમાન્ડ નોટીસો અપાઇ રહી છે. ત્યારબાદ નળ કનેકશન કપાત, મિલકત સીલ, જપ્તી અને મિલકતની હરરાજી સહીતનાં કડક પગલાઓ તબક્કાવાર લેવાનું શરૂ કરાશે તેમ મ્યુ.કમિશ્નર અરોરાએ જણાવ્યુ છે.

બાકીદારો પાસે કડક ઉઘરાણી શરૂ કરવામાં આવશે
મનપા દ્વારા 1 ઓકટોબરથી બાકી મિલકત વેરા ઉપર 18 ટકા જેટલું વ્યાજ ચડવા મંડયુ છે. જોકે એડવાન્સ મિલકત વેરો ભરનારાને 10 થી 15 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઇ અનેક કરદાતાઓએ વ્યાજ લાગુ થાય તે પહેલા જ મિલકત વેરો ભરી દીધો હતો. પરિણામે મનપાને વેરા થકી કુલ રૂ.141 કરોડ જેટલી આવક થઇ છે, હવે બાકીદારો પાસે કડક ઉઘરાણી શરૂ કરવામાં આવશે.

નોટીસ પાઠવવામાં આવી રહી છે
આજ દિન સુધીમાં મિલકત વેરો ન ભરનાર કરદાતાઓને નોટીસ પાઠવવામાં આવી રહી છે. નવેમ્બર માસમાં બાકી મિલકત વેરો વસુલવા તંત્ર દ્વારા સીલીંગ, મિલકત જપ્તીની નોટીસ સહિતની કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવામાં આવશે. મનપાની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને નાણાકીય વર્ષ 2021-22માં 2,32,127 કરદાતાઓએ અંદાજીત કુલ 141,36,30,335 કરોડનો મિલકત વેરો આજ દિન સુધીમાં તંત્રની તીજોરીમાં ઠાલવ્યો છે.

ઓનલાઇન રૂ.63.63 કરોડની આવક
મનપા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ 18 વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો વસુલવામાં આવે છે ત્યારે ચાલુે વર્ષે 1,25,188 કરદાતાઓએ રૂ.63,63,84,627નો મિલકત વેરો ઓનલાઇન ભરપાઇ કરી વધારાનાં રૂ.50 અને 1 ટકાનાં વળતરનો લાભ લીધો હતો.

340 કરોડનો લક્ષ્યાંક પુરો થશે?
મનપાની વેરા શાખાને મિલકત વેરાનો ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.340 કરોડનો લક્ષ્યાંકની બજેટમાં જોગવાય કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધીમાં હજુ અંદાજીત રૂ.141 કરોડની આવક થઇ છે ત્યારે આ વર્ષે મિલકત વેરાનો ટાર્ગેટ પુરો થશે કે કેમ તે જોવાનું રહ્યું.

હવે કમ્પ્લીશન સર્ટિ. મળ્યાની સાથે જ જનરેટ થશે વેરાબિલ
હાલ ટી.પી. શાખા અને વેરા શાખા વચ્ચે મિલકતને લઈને કોઇ લિંક નથી. પરંતુ હવે નવો સોફ્ટવેર બનાવાયો છે જેને કારણે ટી.પી. શાખા જ્યારે પણ કોઇ બિલ્ડિંગને કમ્પ્લીશન સર્ટિ અથવા તો યૂઝ સર્ટિફિકેટ આપશે એટલે તુરંત જ તે અંગે વેરા વસૂલાત શાખાને પણ જાણ થશે અને ઓટોમેટિક નવું વેરાબિલ જનરેટ થશે.