તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે નવા 334 કેસ નોંધાયા, ક્રિકેટર ચેતેશ્વર પુજારા અને તેની પત્નીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુજારા દંપતીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. - Divya Bhaskar
પુજારા દંપતીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.
  • 2801 દર્દી સારવાર હેઠળ, 549 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ ટેસ્ટિંગનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આજે સાંજ સુધીમાં નવા 334 કેસ નોંધાયા છે. તેમજ કુલ કેસની સંખ્યા 38224 પર પહોંચી છે. રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારા અને તેની પત્ની પુજાએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ અંગે સોશિયલ મીડિયા તસવીર મૂકી લોકોને વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો.

નવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા ધારાસભ્યોની દોઢ-દોઢ કરોડની ગ્રાન્ટ
કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં થતા ખર્ચ સામાન્ય પરિવાર માટે પરવડે તેમ નથી. જોકે તે માટે 18 એપ્રિલે રાજ્ય સરકારે એવી જાહેરાત કરી હતી કે, ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ પણ માન્ય ગણાશે. આ કાર્ડના ઉપયોગથી દર્દીઓની સારવાર વિનામૂલ્યે થશે.આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં CM રૂપાણી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ તથા અરવિંદ રૈયાણીની વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી નવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા રૂપિયા દોઢ-દોઢ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્લાન્ટ થકી હોસ્પિટલમા ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહેશે.

કલેકટરને ગ્રાન્ટ ફાળવતા MLA અરવિંદ રૈયાણી
કલેકટરને ગ્રાન્ટ ફાળવતા MLA અરવિંદ રૈયાણી

રાજકોટ મોટાભાગની હોસ્પિટલે મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ નહીં ચાલે તેવું કહ્યું
આ જાહેરાતને 22 દિવસ વિત્યા બાદ તેમજ રાજકોટમાં ખાલી બેડની સંખ્યા વધતા કાર્ડ ધરાવતા દર્દીઓને દાખલ કરાય છે કે નહિ તે જાણવા દિવ્ય ભાસ્કરે શહેરની કોવિડ હોસ્પિટલ્સમાં રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. શહેરની કુલ 50 કોવિડ હોસ્પિટલમાંથી 35 હોસ્પિટલમાં કોરોનાના દર્દીને આયુષ્યમાન કાર્ડ કે અમૃતમ કાર્ડમાં સારવાર આપવાની ઘસીને ના પાડી દીધી હતી. કેટલીક હોસ્પિટલમાં એવું પણ કહેવાયું કે, ‘રાજકોટની કોઈપણ હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ કે આયુષ્યમાન કાર્ડમાં કોવિડની સારવાર નહીં જ થાય, અને આગામી એક મહિના સુધી તપાસ પણ ન કરતા. કારણ કે, સરકારે જાહેરાત ભલે કરી પરંતુ કોઈ હોસ્પિટલ અમૃતમ કાર્ડમાં કોવિડના દર્દીની સારવાર નહીં કરે.’

પોઝિટિવ રેટ 11.4 ટકાએ પહોંચી ગયો
રાજકોટ જિલ્લાના વિવિધ ગામડાઓમાં સાત દિવસ પહેલાં તારીખ 2 મેના રોજ એક જ દિવસમાં 3813 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 127 લોકોનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા હતા. આ રીતે જોવા જઈએ તો સાત દિવસ પહેલાં જિલ્લામાં પોઝિટીવિટી રેટ 3.3 ટકા નોંધાયો હતો. જો કે સાત દિવસમાં સ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હોય તેવી રીતે 9મે ના રોજ એક દિવસમાં 3452 લોકોનો ટેસ્ટ કરાયો હતો જેમાંથી 395 લોકો પોઝિટીવ નીકળતાં રેટ 11.4 ટકાએ પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...