રાજકોટમાં કાળી ચૌદશે દિવાળી:ભારતે પાકિસ્તાનને કચડતા લોકોએ ફટાકડા ફોડી જીતને વધાવી, ઉત્સાહનો માહોલ જોવા મળ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતની જીતથી રાજકોટમાં ઉત્સાહનો માહોલ - Divya Bhaskar
ભારતની જીતથી રાજકોટમાં ઉત્સાહનો માહોલ

ટી-20 વર્લ્ડકપમાં ભારતનો આજે પાકિસ્તાન સામે મેચ હતો. જેમાં ભારતે જીત મેળવતા રાજકોટમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લોકો જીતને વધાવવા માટે ઘરની બહાર નીકળી પડ્યા હતા. તેમજ શેરી-ગલીઓમાં ફટાકડાની આતશબાજી કરી ભારતની જીતને વધાવી હતી. આજે કાળી ચૌદશેના દિવસે રાજકોટમાં દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

રસ્તા પર ફટાકડાની આતશબાજી કરી લોકોએ જીતને વધાવી.
રસ્તા પર ફટાકડાની આતશબાજી કરી લોકોએ જીતને વધાવી.

બપોર બાદ મેચને કારણે રસ્તાઓ સૂમસામ હતા
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ હોય અને બીજી તરફ રવિવારની રજા પણ છે. આથી રજાના દિવસે ભારત-પાકિસ્તાનનો મેચ વચ્ચે મેચ રમાતા બપોરથી લોકો ઘરમાં ટીવી સામે ગોઠવાઈ ગયા હતા. મેચ પૂરો થાય તે પહેલા શહેરના રસ્તાઓ સૂમસામ બની ગયા હતા. જેવી મેચ ભારતે જીતી તો લોકો ઉજવણી કરવા ઘરની બહાર નીકળ્યા હતા અને ફટાકડાની આતશબાજી કરી જીતને વધાવી હતી.

યુવાનો સાથે બાળકો પણ ઉજવણીમાં જોડાયા હતા.
યુવાનો સાથે બાળકો પણ ઉજવણીમાં જોડાયા હતા.

ભારત માતા કી જયના નારા લગાવ્યા
લોકોએ ફટાકડાની આતશબાજીની સાથોસાથ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા. ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે લોકો સવારથી જ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અંતે ભારતની જીત મળતા જ લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા અને જીતની ઉજવણી કરવા રસ્તાઓ પર આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...