તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 'As I Was Playing Near The House, Ashamasi's Landlord Took Me By The Hand And Did A Bad Job'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:‘હું ઘર પાસે રમતી હતી ત્યારે આશામાસીનો ઘરવાળો મને હાથ પકડી લઇ ગયો અને ખરાબ કામ કર્યું’

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંજકામાં બનેલો બનાવ, બાળકીને અવાવરું સ્થળે લઇ જઇ બે સંતાનના બાપે આચર્યું કુકર્મ
  • ફરિયાદ બાદ પોલીસે કુકર્મ આચરનાર ટ્રકચાલકની ધરપકડ બાદ સરભરા કરી

શહેરની ભાગોળે માત્ર સાડા આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. મુંજકા વિસ્તારમાં રહેતા પ્રૌઢાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાડાના મકાનમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા કિશોર કેશવ તાવડેનું નામ આપ્યું છે. ફરિયાદને પગલે યુનિવર્સિટી રોડ પોલીસે તુરંત કાર્યવાહી કરી દુષ્કર્મ આચરનાર બે સંતાનના બાપ એવા કિશોરને દબોચી લીધો હતો. બનાવની તપાસ મહિલા પોલીસને સોંપતા આરોપી તેમને હવાલે કર્યો છે. પ્રૌઢાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના પતિ, નાનો દીકરો, પુત્રવધૂ અને તેના સંતાનો સાથે રહે છે.

દરમિયાન સાડા આઠ વર્ષની પૌત્રી બુધવારે રાતે ઘર પાસે રમતી હતી. મોડે સુધી ઘરમાં નહિ આવતા પોતે ઘર નજીક શોધખોળ કરી હતી. તેમ છતાં પૌત્રી મળી ન હતી. ત્યારે સાડા નવ વાગ્યાના અરસામાં બેબાકળી થઇ દોડી આવી હતી. પૌત્રીના કપડાં તેમજ વાળ ધૂળ-ધૂળ જોતા તું ક્યાં ગઇ હતી, આ કપડાં ક્યાં ગંદા કર્યા તેવું પૂછતા પૌત્રીએ કહ્યું કે, હું ઘર પાસે રમતી હતી. ત્યારે આશામાસીનો ઘરવાળો મને હાથ પકડી પંચાયતની કચેરી પાસેના મેદાનમાં લઇ ગયા હતા. ત્યાં મને જમીન પર સુવડાવી હું કહું તેમ કર કહી મારા કપડાં ઉતારી તેને પણ પેન્ટ ઉતારી નાખ્યું હતું.

બાદમાં તેને ન કરવાનું કરતા મોઢામાંથી ચીસ પડી ગઇ હતી. જેથી આશામાસીના ઘરવાળાએ તેનો હાથ મારા મોઢા પર દબાવી બૂમો ન પાડવાનું કહ્યું હતું. થોડી વાર બાદ તેને મને કપડાં પહેરાવી ઘરે જતા રહેવાનું કહેતા હું દોડીને ઘરે આવી. પૌત્રીની આવી વાત સાંભળી દાદી, દાદા, બાળકીની માતા સહિતનાઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં તુરંત યુનિવર્સિટી રોડ પોલીસ દોડી જઇ બનાવની વાત કરતા પીઆઇ એ.એસ.ચાવડા સહિતના સ્ટાફ તુરંત દોડી જઇ જઘન્ય કૃત્ય આચરનાર કિશોર તાવડેને દબોચી લીધો હતો. અને અણસમજુ બાળકી સાથે આવું કૃત્ય આચરનાર કિશોરની સરભરા કરી હતી.

પોલીસે પ્રૌઢાની ફરિયાદ પરથી અપહરણ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ મહિલા પોલીસને સોંપી આરોપીને તેમના હવાલે કર્યો છે. પોલીસ તપાસ દરમીયાન ટ્રક ડ્રાઇવિંગ કરતો આરોપી કિશોર બે સંતાનનો બાપ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો