તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શોધવા સર્ચ કમિટીના સભ્ય તરીકે ડૉ. હિમાંશુ પંડ્યાની નિમણૂક

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16મીએ JBVC બીજા સભ્ય અને 1 સભ્ય રાજ્યપાલ નિયુક્ત કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડૉ.નીતિન પેથાણીની ટર્મ આગામી ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થઇ રહી છે ત્યારે નિયમ મુજબ ટર્મ પૂરી થવાના છ માસ અગાઉથી નવા કુલપતિની સર્ચ કમિટી નક્કી થઇ જાય છે તેના અનુસંધાને સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં સર્ચ કમિટીના એક સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાની નિમણૂક કરી છે. બીજા સભ્યની નિમણૂક JBVC (જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલર)ની આગામી 16મીએ મળનારી ઓનલાઈન મિટિંગમાં થશે. ઉલ્લેખનીય છે કે, સર્ચ કમિટીના એક સભ્ય યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટ સભ્યો કરે છે જ્યારે બીજા સભ્ય જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલર કરે છે અને ત્રીજા સભ્ય રાજ્યપાલ નિયુક્ત કરે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ રાજકોટ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જ નિયુક્ત કરાશે કે બહારથી મુકાશે તેને લઈને યુનિવર્સિટી કેમ્પસ અને સંલગ્ન કોલેજોમાં ચર્ચા જાગી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ નિમવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી ફેબ્રુઆરી માસમાં વર્તમાન કુલપતિ ડૉ. પેથાણીની ટર્મ પૂરી થઇ રહી છે. સાથે સાથે ઉપકુલપતિ ડૉ. દેશાણીની પણ ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે બંનેને ફરી રિપીટ કરાશે કે બંને જગ્યા પર નવા વ્યક્તિની નિમણૂક કરાશે તે અંગેનો આખરી નિર્ણય સરકાર કરશે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ બનવા માટે યુનિવર્સિટીના જ સિનિયર હોદ્દેદારોએ ભલામણો શરૂ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોડીએ સર્ચ કમિટીના એક સભ્ય તરીકે ડૉ.પંડ્યાની વરણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...