નિમણૂક:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ માટે સર્ચ કમિટીના સભ્ય તરીકે ડૉ. ચાવડાની નિયુક્તિ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ માટે સર્ચ કમિટીની રચના ચાલી રહી છે ત્યારે આ સર્ચ કમિટીના પ્રથમ સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યાની નિયુક્તિ બાદ ગુરુવારે બીજા સભ્યની પસંદગી કરવા JBVC (જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલર)ની બેઠક ઓનલાઈન મળી હતી જેમાં તમામ વર્તમાન અને પૂર્વ કુલપતિઓએ દક્ષિણ ગુજરાત યુનિ.ના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાની પસંદગી કરી છે.

કુલપતિ માટેની સર્ચ કમિટીના બે સભ્ય નિયુક્ત થયા બાદ હવે ત્રીજા સભ્યની નિમણૂક રાજ્યપાલ કરશે અને ત્યારબાદ આ ત્રણેય સભ્ય સાથે મળી નવા કુલપતિનું નામ નક્કી કરશે. ગુરુવારે જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલરની બેઠક ઓનલાઈન મળી હતી જેમાં રાજ્યની જુદી જુદી યુનિ.ના વર્તમાન, પૂર્વ કુલપતિઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...