રૂપાણીનું સૂચક વિધાન:‘અરવિંદ તું શું ધૂણશ? આપણે ધુણાવાનું નહીં, ધૂણવવાના હોય’

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ધૂણવાનું અને ધુણાવાનું બેય ચાલુ છે’ ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ બોલ્યા, રૈયાણી રહ્યા મૌન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ હોસ્પિટલના લોકાર્પણમાં આવવાના હતા તે પહેલા નેતાઓ અને અગ્રણીઓ પહોંચી ગયા હતા જે પૈકી વિજય રૂપાણીએ પણ આવીને ધારાસભ્યો અને સાંસદોને મળ્યા હતા અને તેમાં રાજ્યમંત્રી રૈયાણીને મળ્યા ત્યારે ધૂણવાની ના પાડી હતી.

વિજય રૂપાણી આગળ આવ્યા ત્યારે અરવિંદ રૈયાણી ઊભા થયા અને હાથ મિલાવ્યો ત્યાં રૂપાણીના મોઢામાંથી પહેલા જ શબ્દ નીકળ્યા ‘અરવિંદ તું શું ધૂણશ?’ હસતા હસતા તેઓએ વલ્લભ કથીરિયા અને બ્રિજેશ મેરજા સાથે હાથ મિલાવ્યા હતા ત્યાં ધારાસભ્ય ગોવિંદ પટેલે રૈયાણીની બાજુમાં જ ઊભા રહીને કહ્યું કે, ‘ધૂણવાનું અને ધુણાવાનું બેય ચાલુ છે’ આ બોલી તેણે ફરી આ મુદ્દો ઉઠાવતા રૂપાણીએ કહ્યું હતું કે, ‘આપણે ધુણાવાના હોય આપણે થોડું ધૂણવાનું હોય’ આ રીતે જાહેરમાં જ ધૂણવા બાબતે પૂર્વ મુખ્યમંત્રીએ ટકોર કરી અને ધારાસભ્યએ પણ સૂર પુરાવ્યો પણ સમગ્ર વાર્તાલાપમાં અરવિંદ રૈયાણી બોલી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...