ભાજપના સાંસદ સાક્ષી મહારાજ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા મીડિયાને જણાવ્યું હતું કે,કાંચીડાની જેમ અરવિંદ કેજરીવાલ રંગ બદલે છે, ચૂંટણીમાં તેની ડિપોઝીટ ગુલ થવાની છે. કેજરીવાલના શપથ સમારોહમાં ખાલીસ્તાનના નારા લાગ્યા હતા. હું ગુજરાતના લોકોને અપીલ કરૂ છું કે તેઓ તેની વાતમાં ન આવે
લોકોએ લાઉડ સ્પીકર ઉતારવા જ પડશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યા રામ મંદિર વિવાદ સમયે જે પાર્ટી પોતાને સૌથી મોટી હિન્દુવાદી પાર્ટી કહેતી હતી તેને આજે હનુમાન ચાલીસાથી તકલીફ છે. ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય ખૂબ જ મહત્વનો છે કે દરેક ધાર્મિક સ્થાન પરથી લાઉડ સ્પીકર ઉતારી લેવા.આજે નહિ તો કાલે મહારાષ્ટ્ર સહિત દેશભરના લોકોએ લાઉડ સ્પીકર ઉતારવા જ પડશે.
ધાર્મિક સ્થાનો પર વિવાદ દુર્ભાગ્ય પૂર્ણ છે
જયારે વડોદરાના સોખડામાં તથા ધાર્મિક વિવાદ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થાનો પર વિવાદ દુર્ભાગ્ય પૂર્ણ છે.સાધુ પોતે સંપતિ લાવતા નથી પરંતુ દાન ધર્મથી આવે છે,જો કોઇ અયોગ્ય વ્યક્તિ મઢમાં આવી જાય તો સંપતિ વિવાદ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.