હવે નેઇલ પોલિશ ‘આઉટ ઓફ ડેટ’:નવરાત્રિને લઈ રાજકોટીયન ગર્લ્સમાં આર્ટિફિશિયલ નેઇલનો ક્રેઝ, બ્લુ, પીંક, રેડ, સ્કીન ટોન કલર પોપ્યુલર, 400થી 4 હજાર સુધીનો ભાવ

રાજકોટ9 દિવસ પહેલા

તાલીઓનાં તાલે ગરબે ઘૂમતી નારીનાં લયબધ્ધ ચાલતા હાથ અને કાંડાનુ કામણ માત્ર ચુડલા, મહેંદીથી જ હવે સિમીત રહેશ નહીં. પરંતુ હવે તો યુવતીઓ નખ દ્વારા પણ કાંડાની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી જોવા મળે છે. જોકે આ વર્ષની નવરાત્રિમાં રાજકોટીયન ગર્લ્સમાં આર્ટિફિશિયલ નેઇલનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. નેઇલ આર્ટથી આંગળીઓની સુંદરતામાં વધારો થાય છે. આથી જ તો રાજકોટમાં પ્રોફેશનલ નેઇલ આર્ટનાં સ્ટુડીયોની બોલબાલા વધી રહી છે. દરરોજ અવનવા નખ નેઇલ પોલિશથી રંગીને બીજે દિવસે તેને રીમૂવ કરી નવી નેઇલ પોલિશ લગાવવાની ફેશન હવે આઉટ ઓફ ડેટ થઇ ગઇ છે. નેઇલ આર્ટમાં સૌથી વધુ પોપ્યુલર બ્લુ, પીંક, રેડ, સ્કીન ટોન કલર છે. એક નેઇલ આર્ટનો ભાવ 400થી 4 હજાર સુધીનો છે.

નેઇલ આર્ટમાં લાંબા નખ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ
વર્ષો પૂર્વે યુવતીઓમાં નખ પર માત્ર નેઇલ પોલિશ કરવાનુ જ ચલણ હતું. પંજાની સુંદરતા નિખારવા યુવતીઓ થોડા થોડા નખ વધારતી હતી. જો કે, વર્તમાન સમયમાં યુવતીઓ વિવિધ ક્ષેત્રે ખાસ કરીને બેંકિંગ, ફાયનાન્સ, મીડિયા, મેડિકલ, શિક્ષણ ક્ષેત્રે આગળ પડતી કાર્યરત થઇ હોય લાંબા નખ રાખી શકતી નથી. અલબત પ્રસંગોપાત આર્ટિફિશિયલ નખ લગાવતી જોવા મળે છે.

રાજકોટમાં નેઇલ આર્ટમાં એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે.
રાજકોટમાં નેઇલ આર્ટમાં એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે.

કોરોનાને કારણે નેઇલ આર્ટના બિઝનેસને અસર થઈ હતી
ખાસ કરી હવે બે વર્ષ બાદ જ્યારે નવરાત્રિનું પર્વ ઉજવવા ખેલૈયાઓ થનગની રહ્યા છે અને રાજકોટમાં તો ગરબા પહેલા ગરબા એટલે કે વેલકમ નવરાત્રિ શરૂ થતા નવરાત્રિનો માહોલ શરૂ થઇ ગયો છે. ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલ ભટટુ'સ નેઇલ સ્ટુડીયોની સંચાલીકા ભક્તિ કક્કડે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નેઇલ આર્ટને લઇને વિસ્તૃત જાણકારી આપી હતી. ભક્તિ કકડે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકોએ તહેવાર ઉજવવાનું જાણે બંધ જ કરી દીધું હતું અને અમારા વ્યવસાય પર પણ તેની અસર જોવા મળી રહી હતી.

યુવતીઓને નખ વધારવાની ઝંઝટમાંથી મુક્તિ.
યુવતીઓને નખ વધારવાની ઝંઝટમાંથી મુક્તિ.

નવરાત્રિ માટેના એડવાન્સ બુકિંગ આવી રહ્યા છે
ભક્તિ કક્કડે વધુમાં જણાવ્યું હતું કે, હવે કોરોનાના નિયંત્રણો ઓછા થતા લોકો તહેવારોને માણતા થયા છે. અત્યારે ખેલૈયામાં ઘણો ઉત્સાહ છે. એટલે નવરાત્રિ માટેના એડવાન્સ બુકિંગ આવી રહ્યા છે. તેમાંય ખાસ જે બાળાઓ ગરબીમાં ભાગ લે છે તેમના માટે સ્પેશિયલ ડિઝાઇનના નેઇલ આર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ અમારી પાસે રૂપિયા 400થી લઈને 4,000 રૂપિયા સુધીની કિંમતના વિવિધ ડિઝાઇન અને વેરાઈટીના આકારના નેઇલ આર્ટ છે. જે નાની બાળકીથી લઈને મોટેરાઓને ગમે છે. તેમની ઈચ્છા અનુસાર અમે આકર્ષક નેઇલ આર્ટ તૈયાર કરીએ છીએ.

વિવિધ વેરાઇટીના નેઇલ્સ ઉપલબ્ધ.
વિવિધ વેરાઇટીના નેઇલ્સ ઉપલબ્ધ.

ડ્રેસ અને મેકઅપને મેચ થાય તેવા પણ નેઇલ્સ ઉપલબ્ધ
ડિઝાઇનના વિવિધ પ્રકારોની વાત કરતા ભક્તિ કક્કડે જણાવ્યું હતું કે, લોકો ડાંડિયા-રાસ રમતા હોય એ પ્રકારના નેઇલ આર્ટથી લઈને લોકોએ હાથમાં ઘરેણા પહેર્યા હોય એ પ્રકારના અવનવા આકાર અને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. લોકો જે ટ્રેન્ડ ચાલતો હોય એ ટ્રેન્ડ મુજબના આર્ટ તૈયાર કરાવે છે. જેમ કે હાલ ડાંડિયા-રાસ ચાલે છે તો લોકો ડાંડિયા-રાસના નેઇલ આર્ટ તૈયાર કરાવે છે. આ આર્ટ હવે પાર્ટ ઓફ ધ બ્યુટી બની ગયું છે. એટલે છેલ્લા બે વર્ષથી અમે એક પણ રૂપિયાનો ભાવ વધારો નથી કર્યો. હાલ યુવતીઓમાં ડ્રેસ અને મેકઅપને મેચ થાય એવા સેંકડો નેઇલ્સ ઉપલબ્ધ છે. જેમાં ખાસ કરીને બ્લુ, પીંક, રેડ, સ્કીન ટોન કલર વધુ પોપ્યુલર છે. ગ્લીટર નેઇલ વધુ હાઇલાઇટ થાય છે જેનો ક્રેઝ નવરાત્રિમાં ખાસ જોવા મળે છે. એપ્લાય કરવામાં આવે છે.

રાજકોટમાં વેલકમ નવારાત્રિ ચાલી રહી હોય યુવતીઓ બ્યુટીપાર્લરમાં નેઇલ આર્ટ કરાવવા આવે છે.
રાજકોટમાં વેલકમ નવારાત્રિ ચાલી રહી હોય યુવતીઓ બ્યુટીપાર્લરમાં નેઇલ આર્ટ કરાવવા આવે છે.

હું ઘણા સમયથી અહીં નેઇલ આર્ટ કરાવવા આવું છું
જ્યારે નેઇલ આર્ટ કરાવનાર રાજકોટની યુવતી ભાવના મહેશ્વરીએ જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી અહીં નેઇલ આર્ટ કરાવવા માટે આવું છું. તહેવારોને લગતા અલગ અલગ ફંક્શન દરમિયાન નેઇલ આર્ટનું આકર્ષણ રહે છે. હાલ જ્યારે નવરાત્રિ ચાલે છે ત્યારે પણ લેડીઝમાં અલગ અલગ પ્રકારની નેઇલની ડિઝાઇન જોવા મળે છે. હું નિયમિત અહીં જ નેઇલ આર્ટ કરાવવા માટે અહીંયા આવું છે. અહીં અલગ અલગ વેરાઈટી અને ડિઝાઇન પણ જોવા મળે છે. જેનાથી ઈચ્છા અનુસારની ડિઝાઇન અમે સિલેક્ટ કરી શકીએ છીએ. એટલું તો ચોક્કસ છે કે જે વ્યક્તિ અહીં એકવાર અહીં આવશે તે બીજીવાર પણ ચોક્કસ અહીં જરૂર આવશે.

ડ્રેસ અને મેકઅપ સાથે મેચ થાય તેવા નેઇલ્સ પણ ઉપલબ્ધ.
ડ્રેસ અને મેકઅપ સાથે મેચ થાય તેવા નેઇલ્સ પણ ઉપલબ્ધ.
અન્ય સમાચારો પણ છે...