મગફળીના ભાવમાં ઉછાળો:રાજકોટ અને ગોંડલ યાર્ડમાં 1450એ પહોંચ્યા, 80 ટકા વેચાણ, ભાવ વધતા સીંગતેલનો ડબ્બો 2720એ પહોંચ્યો

રાજકોટએક મહિનો પહેલા
મગફળીનો ઊંચો ભાવ ખેડૂતોને મળ્યો

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં જીરુંની તેજી બાદ હવે મગફળીમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ રૂપિયા 1450ને પાર થયો છે. ભાવમાં વધારો થતાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2720એ પહોંચ્યો છે. મગફળીના ઊંચા ભાવ મળતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. ગુજરાતમાં જીરુ, મરચા બાદ હવે મગફળીનો ઊંચો ભાવ ખેડૂતોને મળ્યો છે.

80 ટકા મગફળી વેચાઈ ગઈ છે: યાર્ડના ચેરમેન
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં જીરામાં તેજી બાદ હવે મગફળીમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીના ભાવમાં આ આગઝરતી તેજી છે. મોટાભાગના ખેડૂતોએ અત્યાર સુધીમાં મોટા ભાગની મગફળી વેચી દીધી, ત્યારે જ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતો પાસેથી 80 ટકા મગફળી વેચાઈ ગઈ છે. આવામાં મગફળીના ભાવ હજી આવતા દિવસોમાં 1,500એ પહોંચે તેવી શક્યતા છે તેવુ બેડી માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું.

મગફળીના ભાવ 1500 સુધી પહોંચે તેવી શક્યતા
રાજકોટ અને ગોડલના યાર્ડમાં મગફળીનો ભાવ 1450એ પહોંચ્યો છે. સીઝન કરતા મગફળીના ભાવમાં 250 રૂપિયા સુધીનો વધારો થયો છે. ખેડૂતોએ મગફળીને વેચ્યા બાદ હવે ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં ખેડૂતોએ 80 ટકા મગફળીનું વેચાણ કર્યુ છે. ત્યારે આગામી દિવસોમાં મગફળીના ભાવ 1500 સુધી પહોંચે તેવી શક્યતા છે.

જીરાના ભાવમાં તેજી
ત્રણ દિવસ પહેલા રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાનો ભાવ રેકોર્ડ બ્રેક નોંધાયો હતો. યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 36 હજાર 1 રૂપિયા ભાવ બોલાતા સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતા. સૌ પ્રથમ વખત જીરૂની ત્રણ ગુણીની આવક થઈ છે. ગોંડલમાં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 5100 થી 6650 રૂપિયા છે. રેકોર્ડ બ્રેક 20 કિલોનો ભાવ 36000 રૂપિયા બોલાયો હતો.