તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં ટેલિફોનિક રજૂઆતમાં જવાબ ન મળતા કિસાન સંઘ કૃષિમંત્રીના ઘરે પહોંચ્યું, પોલીસે અટકાયત કરી

રાજકોટ2 મહિનો પહેલા
કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાની અટકાયત.
  • ખાતરમાં 800 રૂપિયાનો ભાવ વધારો યોગ્ય નથી- કિસાન સંઘ

રાસાયણિક ખાતરમાં કરવામાં આવેલા ભાવવધારાને લઈને તેમજ જૂના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ શરૂ કરવા બાબતે રજુઆત કરવા રાજકોટમાં ભારતીય કિસાન સંઘના આગેવાનો કૃષિમંત્રી આર.સી.ફળદુના ઘરે પહોંચ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત કાર્યકરોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કિસાન સંઘે કૃષીમંત્રીને ટેલિફોનિક રજુઆત કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ યોગ્ય જવાબ ન મળતા મોટી સંખ્યામાં કાર્યકરો કૃષિમંત્રીના ઘરે પહોંચ્યા હતા.

ભાવવધારો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન
હાલ ગામડાઓમાં કોરોનાને લઈને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ખેડૂતોને કોરોનાને લઈને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તેમાં હવે ખાતરમાં કરેલો ભાવવધારો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન છે. જે તાત્કાલિક પાછો ખેંચવા અને જુના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ કરવાની માગ ઉઠી છે. કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા દ્વારા કૃષિમંત્રીને આ બાબતે ટેલિફોનિક રજૂઆત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતાં અંતે કિસાન સંઘના આગેવાનો આર.સી.ફળદુના ઘરે જ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં પોલીસ દ્વારા કિસાન સંઘના તમામ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

કિસાન સંઘ રાજકોટ સ્થિત કૃષિમંત્રીના ઘરે આવેદન પત્ર પાઠવવા આવ્યું હતું.
કિસાન સંઘ રાજકોટ સ્થિત કૃષિમંત્રીના ઘરે આવેદન પત્ર પાઠવવા આવ્યું હતું.

ખેડૂતો આ ભાવવધારો કોઇ સંજોગોએ સહન ન કરી શકે- દિલીપ સખીયા
કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો આ ભાવવધારો કોઇ સંજોગોએ સહન ન કરી શકે. આથી મેં કૃષિમંત્રીને ફોન કર્યો હતો પરંતુ તેનો કોન્ટેક્ટ ન થતા અમે કૃષિમંત્રી ઘરે જઇ આવેદનપત્ર આપવા ગયા હતા. ખાતરમાં 800 રૂપિયાનો ભાવ વધારો યોગ્ય નથી. તાત્કાલિક ભાવ વધારો ઘટાડવામાં આવ્યો છે. હાલ આગોતરૂ વાવેતર કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ ક્યાંય ખાતર મળી રહ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...