કેજરીવાલના ભાજપ પર પ્રહાર:‘પાટીલ કહે છે હું ઠગ છું, હું તમને કહેવા માગું છું કે, કોઈ ઠગ સરકારી સ્કૂલ અને સરકારી હોસ્પિટલ ઠીક કરાવે?’

રાજકોટ3 મહિનો પહેલા
  • મોરબી પાસ કન્વીનર નિલેશ એરવાડિયા આપમાં જોડાયા
  • કોંગ્રેસના 1000થી વધુ આગેવાનો અને કાર્યકરો આપમાં જોડાયા

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. આપના નેતાઓએ સૂતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા. બાદમાં શાસ્ત્રીમેદાનમાં જંગી સભામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકો સભામાં આવ્યા એ બદલ તમારો આભાર. આજકાલ ગુજરાતના ગામડે ગામડે અને ઘરે ઘરે આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. દિલ્હીમાં 7 વર્ષમાં એક પણ ખાનગી સ્કૂલે ફી વધારી નથી, કોઈ આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરે છે. પાટીલ કહે છે હું ઠગ છું, હું તમને કહેવા માગું છું કે, કોઈ ઠગ સરકારી સ્કૂલ ઠીક કરાવે? કોઈ ઠગ શિક્ષણ અપાવે, કોઈ ઠગ સરકારી હોસ્પિટલ ઠીક કરાવે. શું તમને હું ઠગ નજર આવું છું.

હું ખુશ છું કે ગુજરાતના લોકો મને ખૂબ પ્રેમ કરે છે
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ખૂબ પ્રેમ કરે છે. પરંતુ મને ખુશી છે કે ગુજરાતના લોકો પણ મને ખૂબ પ્રેમ કરે છે. ગુજરાતના ઘણા લોકો મને મળવા આવે છે. તેમની સમસ્યા લઈને આવે છે. એક વૃદ્ધ માતા આવી અને ધીરેથી કાનમા કહ્યું કે, અયોધ્યા વિશે જાણે છે, ગયો છે. તો મેં કહ્યું હા હું ગયો છું. ત્યારે મને કહ્યું કે હું ગુજરાતના એક ગામડામાં રહું છું અને ગરીબ છું. તો મેં કહ્યું અમે તમને અયોધ્યા જરૂર મોકલીશું. દિલ્હી સરકારમાં તિર્થયાત્રા યોજના છે. જેમાં વૃદ્ધ માતા-પિતાને એસી ટ્રેનમાં યાત્રા કરાવીએ છીએ.

સી.આર. પાટીલ પર પ્રહાર કર્યા
સભામાં કેજરીવાલે 13 વાર સી.આર. પાટીલનું નામ લીધું હતું અને જણાવ્યું હતું કે, પાટીલને હું કહેવા માગું છું કે તમે ગુજરાતમાં 6 હજાર સરકારી સ્કૂલ બંધ કરી દીધી, ગરીબ બાળકો માટે કેટલી સ્કૂલ ચાલુ કરાવી. પાટીલે એક સભામાં મને મહાઠગ ગણાવ્યો હતો. પરંતુ હું શું ઠગ છું? પાટીલ કહે છે કે, કેજરીવાલ આતંકવાદી છે. મને રાજનીતિ નહીં, કામ કરવાનું આવડે છે. આ સરકાર વીજળી ફ્રી નહીં આપે. આમ આદમી પાર્ટી લાવો અને વીજળી ફ્રી મેળવો. ઘરમાં કોઈને મોટી બિમારી આવી જાય તો ઘર, દાગીના, જમીન વેચાય જાય છે. જેમાં કેટલાય લોકોને આત્મહત્યા કરવાનો વારો આવે છે. દિલ્હીમાં અમે 2 કરોડ લોકોની સારવાર ફ્રી કરી દીધી છે. દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગારી આપી છે. ગુજરાતમાં પેપર બહુ ફૂટે છે, હું પાટીલને કહું છું તમારાથી પેપરનું આયોજન ઠીક રીત થતું નથી તો સરકાર શું ચલાવશો.

સભામાં આપના નેતાઓ હાજર રહ્યા.
સભામાં આપના નેતાઓ હાજર રહ્યા.

5 વર્ષમાં દિલ્હીમાં 5 લાખ લોકોને રોજગારી આપી
પાટીલે કહ્યું હતું કે કેજરીવાલ મહાઠગ છે. ત્યારે હું ગુજરાતનાં લોકોને પૂછું છું કે, કોઈ ઠગ લોકોના શિક્ષણ અને આરોગ્યની વાત કરે છે? બાદમાં લોકોને પૂછ્યું હતું કે શું પાટીલ ઠગ છે? જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાથ ઉઠાવતા કહ્યું હતું કે, મીડિયા આ ઊંચા થયેલા હાથ બતાવી નહીં શકશે? હાલ પરિવારનાં એક વ્યક્તિને બીમારી લાગુ પડે તેમાં લોકોના ઘર વેંચાય જાય છે. ત્યારે દિલ્હીમાં 2 કરોડ લોકોને તમામ ટેસ્ટ સહિતની સારવાર મફત આપવામાં આવી રહી છે. જેમાં ગમે તેટલો ખર્ચ થાય તે સરકાર ભોગવે છે. દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગારી આપી અને આગામી 5 વર્ષમાં 20 લાખ લોકોને રોજગાર આપવામાં આવનાર હોવાનો દાવો દાવો કર્યો હતો.

ગુજરાતમાં સરકાર પાટીલ ચલાવે છે
સી.આર. પાટીલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, સાંભળ્યું છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી કોઇપણ હોય સરકાર તો પાટીલ જ ચલાવે છે. ત્યારે હું પાટીલને કહેવા માગું છું કે, તમે તો 27 વર્ષમાં કોઈને યાત્રા નથી કરાવી પણ જો અમારી સરકાર બનશે તો ગુજરાતના તમામ વડીલોને તીર્થયાત્રા કરાવીશું. દિલ્હીમાં 7 વર્ષમાં કોઈ ખાનગી શાળાની ફી વધારવામાં આવી નથી. જો કોઈ શાળા આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરી લે છે. ત્યારે હું પાટીલને પૂછું છું કે 27 વર્ષમાં કેટલી શાળાઓ બનાવી?

સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા.
સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા.

આ વર્ષે 4 લાખ વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, અમે 50 હજાર વૃદ્ધ માતા-પિતાને યાત્રા કરાવી છે. ગુજરાતમાં સરકારી સ્કૂલની હાલત ખરાબ છે, શિક્ષણના નામે ઝીરો છે. 27 વર્ષના શાસનમાં ભાજપ સ્કૂલ પણ ઠીક કરાવી શકી નથી. પાંચ વર્ષની અંદર સરકારી સ્કૂલોને શાનદાર બનાવી દીધી છે. સરકારી સ્કૂલના પરિણામો આ વર્ષે 99.97 ટકા આવ્યું છે. 4 લાખ લોકોએ સરકારી સ્કૂલમાં ભરતી કરાવી છે. સરકારી સ્કૂલમાં ભણતા 450 વિદ્યાર્થીઓનું એડમિશન IITમાં કરાવ્યું છે. અમે પાંચ વર્ષમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવ્યા પણ ગુજરાતમાં ભાજપ 27 વર્ષમાં કેમ શિક્ષણ સુધારી શક્યા નહીં. મને દિલ્હીના લોકોએ તક આપી, પંજાબે તક આપી હવે ગુજરાતનો વારો છે. તમે મને તક આપો. હું સ્કૂલ અને હોસ્પિટલના નામે મત માગવા આવીશ.

મોરબી પાસના કન્વીનર નિલેશ એરવાડિયા આપમાં જોડાયા
રાજકોટના સામાજિક આગેવાનો અને વેપાર-ઉદ્યોગ સંગઠનોએ કેજરીવાલથી દૂરી રાખી હતી. જોકે મોરબી સિરામીકના ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળવા આવી પહોંચતા અનેક સવાલો ઉઠ્યા હતા. રાજકોટ ઓલ ઇન્ડિયા સીરામીકના ઉદ્યોગપતિઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કર્યો હતો. આ સંસ્થાના પૂર્વ પ્રમુખ ગીરીશ પેથાપરા સાથે કેજરીવાલે બેઠક કરી હતી. ગીરીશભાઈ 20 વર્ષ પહેલા કોંગ્રેસની ટિકિટ મેળવી વિધાનસભા લડી ચૂક્યા છે.

સભામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટ્યા.
સભામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટ્યા.

મોરબીના ઉદ્યોગપતિઓએ પોતાની સમસ્યા કેજરીવાલને વર્ણવી
મોરબી સિરામીક ઉદ્યોગની દરેક સમસ્યા માટે ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળ્યા હતા. તમામ ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કરી બહાર નીકળ્યા હતા. મોરબી પાસના કન્વીનર નિલેશ એરવાડિયા અને તેના પત્ની આપમાં જોડાયા છે. નિલેશ એરવાડિયાના પત્ની મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.

મોરબી પાસના કન્વીનર નિલેશ એરવાડિયા આપમાં જોડાયા.
મોરબી પાસના કન્વીનર નિલેશ એરવાડિયા આપમાં જોડાયા.

રાજકોટના વેરાપ-ઉદ્યોગ સંગઠનોએ અનિચ્છા દર્શાવી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સથી માંડી બિલ્ડર અને વેપારી સંગઠનોએ અનિચ્છા દર્શાવી હતી. ઉદ્યોગકારો અને સામાજિક આગેવાનો સાથેની બેઠક પડતી મુકી માત્ર ઔપચારિક મિટીંગ રાખ્યાની ચર્ચા થઈ રહી છે. જોકે મોરબી સિરામીકના ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળવા આવી પહોંચતા અનેક સવાલો ઉઠ્યા છે.

રાજકોટ ઓલ ઇન્ડિયા સીરામીકના પૂર્વ પ્રમુખ ગીરીશ પેથાપરા આપમાં જોડાયા.
રાજકોટ ઓલ ઇન્ડિયા સીરામીકના પૂર્વ પ્રમુખ ગીરીશ પેથાપરા આપમાં જોડાયા.
ગોપાલ ઇટાલિયાએ સૂતરની આંટી પહેરાવી કેજરીવાલનું સ્વાગત કર્યું.
ગોપાલ ઇટાલિયાએ સૂતરની આંટી પહેરાવી કેજરીવાલનું સ્વાગત કર્યું.

સભાસ્થળે 400 પોલીસ જવાન તૈનાત રહ્યા
સભામાં કેજરીવાલ પર હુમલો થવાની ભીતિ આમ આદમી પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. આથી સભાસ્થળે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. આજે પોલીસે કેજરીવાલની જાહેરસભા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ જાય તે માટે એકંદરે સભામાં ચકલું’ય ન ફરકી શકે તે માટે પોલીસના 400 જેટલા જવાનોને સભાસ્થળે તૈનાત કર્યા હતા. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સભા સંપન્ન થઈ હતી.

મોરબીના ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળવા ઇમ્પિરીયલ પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા.
મોરબીના ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળવા ઇમ્પિરીયલ પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા.

મોરબીના સીરામીક ઉદ્યોગના ડેલિગેટ્સ કેજરીવાલને મળ્યું
ઇમ્પીરીયલ પેલેસ હોટલ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે બેઠક યોજવા મોરબી સીરામીક એસોસિએશનના તમામ હોદેદારો પહોંચ્યા હતા. જ્યાં કેજરીવાલે સીરામીક ઉદ્યોગના ડેલિગેટ્સ સાથે બેઠક કરી હતી અને ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ચર્ચા કરી હતી.

મોરબી સીરામીક એસોસિએશનના તમામ હોદેદારો પહોંચ્યા હતા.
મોરબી સીરામીક એસોસિએશનના તમામ હોદેદારો પહોંચ્યા હતા.

આપના નેતાઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાજકોટના એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલના સ્વાગત સમયે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. એરપોર્ટ ખાતેથી અરવિંદ કેજરીવાલ હોટલ ઇમ્પેરિયલ પેલેસ ખાતે પહોંચ્યા હતા.

મોરબીની મહિલા આગેવાને પણ આપનો ખેસ ધારણ કર્યો.
મોરબીની મહિલા આગેવાને પણ આપનો ખેસ ધારણ કર્યો.

આજની સભા પર ગુજરાતના નેતાઓની નજર રહેશે
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓ પણ રાજકોટ ભણી દોટ મૂકવા લાગ્યા છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દાહોદમાં સભા ગજવ્યા બાદ આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. કેજરીવાલ પહેલી વખત રાજકોટ આવ્યા હોવાથી તેમને આવકારવા માટે કાર્યકરોમાં પણ ઉત્સાહ છે. આજે અરવિંદ કેજરીવાલની સભા પર આખા ગુજરાતના રાજકીય નેતાઓની નજર રહેશે, કેમ કે તેમની સભાને શક્તિપ્રદર્શનની દૃષ્ટિએ પણ જોવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...