તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવહન:રાજકોટમાં ઇ-બસનું આગમન, બે બસ ટ્રાયલ માટે ચલાવશે, એપ્રિલના અંતમાં વધુ 35 ઇ-બસ શહેરીજનો માટે દોડશે

રાજકોટ9 દિવસ પહેલા
એજન્સીનો કોન્ટ્રાકટ કુલ સમયગાળો 10 વર્ષનો રહેશે
  • એજન્સીનો કોન્ટ્રાકટ કુલ સમયગાળો 10 વર્ષનો રહેશે

રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં પ્રદૂષણ ઘટે તે માટે જુદા જુદા પગલાઓ લઇ રહી છે. પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સૌ પ્રથમ વખત જાહેર પરિવહન સેવામાં એટલે કે, BRTS તથા સિટી બસ સેવામાં 50 મીની કુલિંગ A.C.ઇલેક્ટ્રિક બસ ગ્રોસકોસ્ટ મોડલથી PMI ઇલેક્ટ્રોક મોબિલીટી સોલ્યુશન પ્રા.લિ. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ટ્રાયલ માટે એક ઈલેક્ટ્રિક બસનું શહેરમાં આગમન થયું છે. આ ઈલેક્ટ્રિક બસનું મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવાનાં હસ્તે પૂજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે એપ્રિલના અંતમાં વધુ 35 ઇ-બસ શહેરીજનો માટે દોડશે.

આગામી દિવસોમાં ટ્રાયલ રનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
ટેન્ડરમાં નિયત થયેલી શરત પ્રમાણે હાલ ઈલેક્ટ્રિક બસ માટેની એજન્સી PMI Electro Mobility Solutions Pvt. Ltd. નવી દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવી છે. પ્રોટોટાઈપ ઈલેક્ટ્રિક બસની ચકાસણી અત્રેથી નિયુકિત કરેલી Third party inspection agency IRCLASS દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જે અન્વયે એજન્સી દ્વારા 1 ઇલેક્ટ્રિક બસ, માનેસર (હરિયાણા) ખાતે ICAT લેબોરેટરી ખાતે ટેસ્ટિંગ માટે આપી છે. જ્યારે સમાન પ્રકારની 1 બસ ટ્રાયલ રન માટે મોકલવામાં આવશે, જેનું આગામી દિવસોમાં ટ્રાયલ રનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

એજન્સીનો કોન્ટ્રાકટ કુલ સમયગાળો 10 વર્ષનો રહેશે
એજન્સીને રૂ.53.91 પ્રતિ કિ.મી. મુજબના વાટાઘાટ બાદના અંતિમ ભાવે 12 ડિસેમ્બર 2019ના રોજ મળેલી રાજકોટ રાજપથ લી.ની બોર્ડ મિટિંગમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એજન્સીનો કોન્ટ્રાક્ટ કુલ સમયગાળો 10 વર્ષનો રહેશે. આ ઉપરાંત CM વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવેલી ચીફ મિનિસ્ટ અર્બન બસ સર્વિસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને પ્રત્યેક ઈ-બસ દિઠ રૂ.25 પ્રતિ કિ.મી.ની ગ્રાન્ટ મળવાપાત્ર થશે, જેના કારણે મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ઓવરઓલ ઓપરેશન ખર્ચમાં ઘટાડો થશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો