તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:રાજકોટમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું, બે શખ્સની ધરપકડ, સંચાલક ગ્રાહક પાસેથી 2 હજાર પડાવી દેહવ્યાપાર કરતી યુવતીને 800 આપતો

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે સ્પા સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે સ્પા સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરી.
  • સ્પા ખાતે 4 યુવતી મળી આવી જેને પોલીસે મુક્ત કરાવી હતી

રાજકોટ શહેરમાં ચાલતા સ્પા ઉપર કાર્યવાહી કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG અને પેરોફર્લો સ્ક્વોડની કુલ 10 ટીમ તૈયાર કરવામાં આવી છે. જોકે, આ 10 ટીમ દ્વારા 30 જગ્યા પર ચેકિંગ હાથ ધરી માત્ર 3 સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તેની સામે આજે યુનિવર્સિટી પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. જેમાં બે શખ્સની ધરપકડ કરી છે. આ બંને ગ્રાહક પાસેથી 2 હજાર પડાવી દેહવ્યાપાર કરતી યુવતીને 800 રૂપિયા જ આપતા હતા.

ગઇકાલે 10 ટીમે 30 સ્પામાં દરોડા પાડ્યા હતા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, SOG અને પેરો ફર્લો સ્ક્વોડની 10 ટીમ દ્વારા ગઇકાલે નાટ્યાત્મક રીતે સ્પામાં દરોડા કર્યા હતા. જેમાં 30 જગ્યા પર ચેકિંગ કરી 3 સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે બીજી તરફ હકીકત કંઇક અલગ જ સામે આવી છે અને પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બ્રાન્ચમાં કામ કરતા અધિકારીઓની પોલ ખોલી દીધી છે. રાજકોટ ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી) પોલીસ દ્વારા શહેરના યુનિવર્સિટી રોડ પર શુભધારા કોમ્પલેક્ષ મયુર ભજીયા ઉપર બીજા માળે આવેલા લક્ઝરિયસ સ્પામાં રેઇડ કરી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પકડી પાડ્યું છે.

અન્ય એક સંચાલકનું નામ ખુલતા શોધખોળ હાથ ધરી
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.ચાવડાએ જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીઓ ગ્રાહક પાસેથી રૂપિયા 2000 વસુલતા હતા. જેમાંથી 800 રૂપિયા યુવતીને આપી બાકીની રકમ પોતે રાખતા હતા. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરી પોલીસે સ્પા સંચાલક નૈતિક રામજીભાઇ કાનકડ અને ગ્રાહક વિનોદ રણછોડભાઇ ડઢાણીયાને પકડી પાડ્યા છે. જ્યારે અન્ય એક સ્પા માલિક અશ્વિન કેશવજીભાઇ ચનીયારાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સ્પા ખાતે પોલીસને 4 યુવતી મળી આવી હતી. જેને પોલીસે મુક્ત કરાવી હતી.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટના નવા ગામમાં પિતરાઈ ભાઈ-બહેન કૂટણખાનું ચલાવતા
એક મહિના પહેલા રાજકોટની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામે ઓરડીઓમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું. ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં કુટણખાનાના સંચાલક પિતરાઇ ભાઇ-બહેનની ધરપકડ કરાઇ હતી અને બંગાળની બે રૂપલલનાઓને મુક્ત કરાવાઇ હતી. છેલ્લા બે માસથી અહીં ધંધો ચાલતો હોવાનું ખુલ્યું હતું.

ભાઇ-બહેનની પોલીસે ધરપકડ કરી હતી
નવાગામ આણંદપર ગામે આવેલા દેવનગરના ઢોળે ઓરડીમાં કૂટણખાનું ચાલતુ હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી.જોગરાણા અને તેની ટીમે બપોરે અઢી વાગ્યા આસપાસ દરોડો પાડ્યો હતો. અહીં પશ્ચિમ બંગાળની બે યુવતીઓને રાખી પ્રલોભિત કરી ધંધો કરાવતા પિતરાઇ ભાઇ-બહેન રવિ રમેશ ભખોડીયા અને નયનાબેન રાજેશ દુમાડીયા સામે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સ એક્ટ 1965ની કલમ 3,4,5 મુજબ ગુનો નોંધી રવિની ધરપકડ કરી હતી.