તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરબીથી 12 દી’ પહેલા રાજકોટ પહોંચેલી પરિણીતાની ધરપકડ

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનમાં મંજૂરી વગર આવેલા વૃદ્ધ, પરિણીતા સામે ગુનો
 • સુરતના વૃદ્ધ મંજૂરી વગર તેમના વતન રફાળા પહોંચ્યા

લોકડાઉનમાં ફસાયેલા લોકોને તંત્રની મંજૂરી સાથે તેમના નિયત સ્થળે જવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો તંત્રની વ્યવસ્થાને અવગણી મંજૂરી વગર અન્ય શહેરો કે ગ્રામ્ય વિસ્તારમાં જવા નીકળી ગયા છે, પરંતુ રાજ્યભરમાં ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તને કારણે મંજૂરી વગર નીકળી જતા લોકોને પકડી પાડી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસે શહેરમાં મંજૂરી વગર આવેલી પરિણીતા અને એક વૃદ્ધને પકડી પાડી તેમની સામે કાર્યવાહી કરી છે. આજી ડેમ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર શેરી નં 13માં આવેલા ક્વાર્ટર નં.282માં રહેતા જયેશભાઇ સોલંકી નામના યુવાનને હોમ ક્વોરન્ટાઇન કર્યા હોવા છતાં તેઓ પાન, બીડીનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે તુરંત આજી ડેમ પોલીસનો સ્ટાફ માહિતીના સ્થળે દોડી ગયા હતા. જો કે, પોલીસ તપાસમાં માહિતી મુજબનું કોઇ વેચાણ થતું જોવા મળ્યું ન હતું, પરંતુ અહીં પોલીસને એક અલગ જ માહિતી મળી હતી. પોલીસ તપાસમાં જયેશ સોલંકીની પત્ની આશા લોકડાઉન દરમિયાન મોરબી જતી રહી હતી. બાદમાં તે ગત તા.1ના રોજ પરત રાજકોટ તંત્રની કોઇ મંજૂરી લીધા વગર આવી ગઇ હોવાની માહિતી મળી હતી. જેથી આજી ડેમ પોલીસે આશા જયેશભાઇ સોલંકી સામે આઇપીસી 188 તેમજ જીપી એક્ટ 135ની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અન્ય બનાવમાં તાલુકાના રફાળા ગામે એક વૃદ્ધ સોમવારે અન્ય શહેરથી આવ્યા હોવાની માહિતીના પગલે પોલીસે તુરંત દોડી જઇ 60 વર્ષના વૃદ્ધને ઝડપી લીધા હતા. પૂછપરછમાં વૃદ્ધનું નામ કિશોરભાઇ કેશવજીભાઇ સેલરિયા હોવાનું અને તે સુરતના કતારગામથી સોમવારે વતન રફાળા આવ્યાની અને તેઓ કોઇ મંજૂરી વગર પહોંચ્યા હોવાનું કહ્યું હતું. કુવાડવા રોડ પોલીસે વૃદ્ધ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો