તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સિવિલમાં ત્રણ દિવસ પૂર્વે તબીબ પર હુમલો કરનારની ધરપકડ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દર્દીનું મૃત્યુ થતાં ઉશ્કેરાઇને ધમાલ કરી તબીબને ફડાકા ઝીંક્યા’તા
  • રેસિડેન્ટ ડોક્ટરોએ કાળા કપડાં પહેરી હુમલાનો વિરોધ કર્યો

સિવિલ હોસ્પિટલમાં 3 દિવસ પૂર્વે એક દર્દીનું મૃત્યુ થતા તબીબની લાપરવાહીનો આક્ષેપ કરી ધમાલ મચાવી હતી, અને તબીબને ફડાકા ઝીંકી દેવાયા હતા, પોલીસે આ મામલામાં શિવરાજગઢના શખ્સની ધરપકડ કરી હતી. સિવિલમાં ફરજ બજાવતાં ડો.પ્રશાંથ તા.15ની રાત્રીના બે વાગ્યે ફરજ પર હતા ત્યારે ઇમરજન્સી વોર્ડમાં દર્દીનું મોત નીપજ્યું હતું. તેના પરિવારજનો ઉશ્કેરાયા હતા અને આક્ષેપ કર્યો હતો કે, દર્દીને વેન્ટિલેટર પર લેતી વખતે તબીબોએ લાપરવાહી દાખવતા દર્દીનું મૃત્યુ થયું હતું, કેટલાક લોકોએ ધમાલ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી, એક તબક્કે મૃતકના સ્વજનોએ મૃતદેહ સંભાળવાનો ઇન્કાર કરી દીધો હતો.

જોકે તે સમયે પોલીસે સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. મૃતકના ભત્રીજા શિવરાજગઢના આશિષ પ્રેમજી મકવાણાએ ડો.પ્રશાંથને ત્રણ ફડાકા ઝીંકી દીધા હતા આ અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે શુક્રવારે હુમલાખોર આશિષ મકવાણાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. બીજીબાજુ દેશભરમાં તબીબો પર છાશવારે હુમલાની ઘટના બનેછે, જેની સામે આઇએમએ દ્વારા બચાવનારાઓને બચાવોના સુત્ર હેઠળ હુમલાને વખોડવાનો નિર્ણય કર્યો હતો જેના ભાગરૂપે શુક્રવારે સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોએ કાળા કપડા પહેરી હુમલાનો વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...