તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહિલા સંચાલિત કૂટણખાનામાં ગ્રાહક શોધી લાવનાર એડવોકેટની ધરપકડ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જાગનાથ પ્લોટ વિસ્તારમાં કૂટણખાનું ચાલુ કર્યું’તું

શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારના વિણા એપાર્ટમેન્ટમાં રહેતી રીટા ચિનોઇ ઉર્ફે દીપક પટણી પોતાના ઘરમાં કૂટણખાનું ચલાવતી હોવાની માહિતી મળતાં શુક્રવારે પ્ર.નગર પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે સિક્કિમ અને બેંગ્લુરુની યુવતી મળી આવી હતી, તેમજ ઐયાશી માણવા આવેલો ગ્રાહક કોઠારિયા રોડ પરની કેદારનાથ સોસાયટીનો મિતુલ રમેશ વિરાણી (ઉ.વ.26) પણ મળી આવ્યો હતો.

પોલીસે જેની પાસે લોહીનો વેપાર કરાવાતો હતો તે બંને યુવતીને મુક્ત કરી કૂટણખાનાની સંચાલિકા રીટા પટણી, તેના પુત્ર ધવલ પટણી અને ગ્રાહક મિતુલ વિરાણીની ધરપકડ કરી કુલ રૂ.22800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તપાસ કરતાં રીટાનો પુત્ર ધવલ અને તેનો મિત્ર હિરેન ઉર્ફે સંજય પટેલ બહારથી ગ્રાહકો શોધી લાવતા હતા. હિરેન સ્થળ પર હાજર નહીં હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. શનિવારે પોલીસે હિરેન ઉર્ફે સંજય પટેલને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...