તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લવમેરેજ કરેલ દંપતીનું અપહરણ કરી જનાર 2 આરોપીની ધરપકડ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બનાવની જાણ થતાં પોલીસ હરકતમાં : ફરાર થયેલ 2ની શોધખોળ ચાલુ

કોઠારિયા રોડ પર આવેલા આશાપુરાનગર પાસે હુડકો ક્વાર્ટર પાસે રહેનાર કડિયા પરિવારના યુવાન ઉદય ચોટલિયાએ એક વર્ષ પહેલાં મેટોડાની નિધિ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીના પરિવારજનોને લગ્ન મંજૂર ના હોવાથી તેના પરિવાર દ્વારા દંપતીના અપહરણનું કાવતરું રચ્યું હતું, જેમાં ગુનેગારોએ ગાડીમાં યુવતીનું અપહરણ કર્યું હતું.

સમય સૂચકતાને ધ્યાને લઇ યુવકે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. જે ફરિયાદને ધ્યાને લઇ પોલીસ ટીમે આરોપીઓને ઝડપવા કાર્ય શરૂ કર્યું હતું. જેમાં પોલીસે કાલાવડ રોડ પર આવેલ કટારિયા ચોકડી પાસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાંથી ૨ આરોપીઓ નાસી છૂટવામાં સફળ નીવડ્યા હતા જ્યારે અન્ય બે આરોપી હાર્દિક ભાલોડી અને અશ્વિન ભાલોડીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કિશોર ભાલોડી અને પરેશ ભાલોડીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે.

યુવક ઉદય ચોટલિયાએ ફરિયાદ નોંધાતા પોલીસને જણાવ્યું હતું કે, મેટોડા રહેતા હાર્દિક ભાલોડી, અશ્વિન ભાલોડી ,કિશોર ભાલોડી અને પરેશ ભાલોડીએ ઘરમાં ઘૂસી માર મારી તેમના પત્ની નિધિનું અપહરણ કર્યું હતું. ઉદય ચોટલિયાના જણાવ્યા મુજબ તેને તેની પત્ની નિધિ સાથે વર્ષ ૨૦૧૮માં પ્રેમ થયો હતો ત્યારબાદ લગ્ન થયા હતા પરંતુ નિધિના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો જેના કારણોસર આ પગલું ભરવામાં આવ્યું હતું. હાલ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ પર ગુનો નોંધી ફરાર શખ્સોની તાપસ અને શોધખોળ શરૂ કરી છે.ઉદયના જણાવ્યા મુજબ તે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટની પ્રેક્ટિસ કરી રહ્યો હોવાથી તેણે નિધિ સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. ગઈકાલ તેમના ઘરે સાસરિયાના સભ્યો ઘરે આવી તેમની પત્ની નિધિને ઘરે લઈ જવા આવ્યા હતા ત્યારે નિધિએ એકલા આવની ના પાડતા સાસરિયા પક્ષ તરફથી આવેલ સભ્યોએ ઝપાઝપી કરી હતી અને નિધીનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા. પોલીસની સમય સૂચકતા અને હરકતમાં આવતા પોલીસે દંપતીને ફરી મેળવ્યા હતા. હાલ પોલીસ ફરાર બંને આરોપીઓની શોધખોળ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો