રાજકોટ શહેરમાં માધાપર ગામ પાસે આવેલી નવરંગપરા સોસાયટીમાં રહેતા તળશીભાઈ વાલજીભાઈ સોજીત્રા નામના 55 વર્ષના આધેડ બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતા ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. આધેડને ઝેરી અસર હતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આધેડની સારવાર કારગત નીવડે તે પૂર્વે આધેડે ચાલુ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક તળશીભાઇ સોજીત્રાને પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે નજીવા પ્રશ્ને રકઝક થઈ હતી. જે અંગે આધેડને માઠુ લાગી આવતા ઝેરી ટીકડા ખાઈ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પુત્રીની ચિંતામાં વૃદ્ધ પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર સૂર્યોદય સોસાયટીમાં રહેતાં વૃદ્ધે ગઈકાલે સાંજે કોઠારીયા રોડ પરના માધવ હોલ પાસે હતાં ત્યારે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને વૃદ્ધની નિવેદન નોંધ્યું હતું. વૃદ્ધ સિક્યુરીટીની નોકરી કરે છે અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રી લીલાના લગ્ન મૂળી ગામે કર્યા હતાં. જ્યાંથી તે છેલ્લા ચાર માસથી રિસામણે આવેલ હોય જેની ચિંતામાં પગલું ભર્યાનું બહાર આવ્યું હતું.
પતિ જુગારમાં પગારની રકમ હારી જતા પત્નીએ ફિનાઈલ પીધું
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર મહાદેવ રેસીડેન્સીમાં રહેતી પરિણીતાએ આજે બપોરે પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિ. પોલીસને જાણ કરી હતી.પરિણીતાના પતિ નર્સીંગમાં ખાનગી હોસ્પીટલમાં નોકરી કરે છે અને તે પગારના રૂપિયા ઘરે આપવાને બદલે જુગારમાં હારી જતા ઘરનું ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતામાં તેમણે પગલું ભર્યુ હતું. પરણીતાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયેલ હતા અને સંતાનમાં એક પુત્રી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.