એજ્યુકેશન:આર્કિટેક્ચર કાઉન્સિલની પ્રવેશ પરીક્ષા 12 જૂન, 3 અને 24 જુલાઈના લેવાશે : નાટામાં 70 માર્કસ મેળવનાર પ્રવેશ માટે લાયક

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

‘કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર’ દ્વારા આર્કિટેક્ચરના કોર્સમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાની જાહેરાત કરાઈ છે સમગ્ર પ્રક્રિયા ‘નાટા’ પોર્ટલ www.nata.in પર કરવાની રહેશે. ધોરણ 12માં ફિઝિક્સ, મેથ્સ તથા કેમિસ્ટ્રીમાં સરેરાશ 50% માર્કસ તથા ઓવરઓલ સરેરાશ 50% માર્કસ અને રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા ‘નાટા’ માં 70 માર્કસ મેળવનાર ઉમેદવાર બેચલર ઓફ આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે લાયક બની શકશે.

‘કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર’ દ્વારા લેવાતી ‘નાટા’ ત્રણ વાર તા.12 જૂન, 3 અને 24 જુલાઈના રોજ લેવામાં આવશે. જે ઉમેદવાર એક પરીક્ષા આપશે તો તે પરીક્ષાનું પરિણામ ગણતરીમાં લેવાશે. કોઈ પણ બે પરીક્ષા આપશે તો તેમાંથી જે પરીક્ષાનું પરિણામ સારું હશે તે ગણતરીમાં લેવાશે, તેમજ જે ઉમેદવાર ત્રણેય પરીક્ષા આપશે તો તેમાંથી જે બે પરીક્ષાઓના પરિણામ ઉત્તમ હશે તેની સરેરાશેને ગણતરીમાં લેવામાં આવશે. રજિસ્ટ્રેશન અનુક્રમે તા.23 મે, 20 જૂન અને 11 જુલાઈ રહેશે.

અન્ય સમાચારો પણ છે...