તપાસ:દિલ્હી-રાજકોટ ફ્લાઇટમાંથી આર્કિટેક્ટનો ફોન ચોરાયો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિમાન લેન્ડ થયું ત્યારે ખીસ્સામાંથી સરકી ગયો

શહેરમાં મોબાઇલ ગુમ થવાના કે ચોરી થવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક મોબાઇલ પ્લેનમાંથી ચોરાઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મોટા મવા, સેવન સ્ટેટસમાં રહેતા આર્કિટેકટ ભાર્ગવભાઇ મનસુખભાઇ કોટડિયાએ પહેલા ઇ-એફઆરઆઇ બાદ ગાંધીગ્રામ પોલીસ મથકે રૂબરૂ જઇને મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી છે.આર્કિટેકટ ભાર્ગવભાઇની ફરિયાદ મુજબ, તેઓ ગત તા.10ના રોજ દિલ્હીથી રાજકોટ આવવા સાંજના સાડા પાંચ વાગ્યાની ફલાઇટમાં નીકળ્યા હતા. દરમિયાન પોતાનો રૂ. 70 હજારની કિંમતનો મોબાઇલ સીટમા પોતાના બે પગ વચ્ચે રાખી આરામ કરતા હતા.

સાંજે સાત વાગ્યે ફલાઇટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. આ સમયે ફલાઇટમાં વાઇબ્રેશન આવતા બે પગ વચ્ચે રાખેલો મોબાઇલ નીચે પડી ગયો હતો. ત્યારે નીચે પડી ગયેલો મોબાઇલ લેવા ઊભા થતા એરહોસ્ટેસે ફલાઇટ ઊભી ન રહે ત્યાં સુધી ઊભું થવાની ના પાડી બેસી જવા કહ્યું હતું. જેથી પોતાનો મોબાઇલ નીચે પડી ગયો હોવાનું જણાવતા તેને બધા ઉતરી જાય પછી મોબાઇલ લઇ લેવા કહ્યું હતું. આથી પોતે બેસી ગયા હતા. આ સમયે મોબાઇલ સરકીને કયાંક આગળની તરફ જતો રહ્યો હતો. બધા મુસાફરો ઉતરી ગયા બાદ મોબાઇલ શોધવાની ઘણી કોશિશ કરી પરંતુ ફલાઇટમાંથી મોબાઇલ મળ્યો ન હતો. ત્યાર બાદ બીજા દિવસે ઓનલાઇન ફરિયાદ કરી મંગળવારે રૂબરૂ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...