આયોજન:અપૂર્વમુનિ સ્વામી બોર્ડના વિદ્યાર્થીને માર્ગદર્શન આપશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.10, 12ના વિદ્યાર્થીઓ માટે સમારોહ યોજાશે

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ રાજકોટ ખાતે આજે બીએપીએસના સંત અપૂર્વમુનિસ્વામી તણાવમુક્ત પરીક્ષા આપવા માર્ગદર્શન આપશે. દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા અને શિક્ષકોની મહેનતનું ધારેલું પરિણામ લાવી શકે તે માટે ગત વર્ષોની જેમ આ વર્ષે પણ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે, તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવા અને પ્રેરણા-પ્રોત્સાહન પૂરું પાડવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી પ્રેરણા સમારોહનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થનાને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું અનોખું માર્ગદર્શન આપવામાં આવશે. તારીખ 7ને સોમવારે પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન પરીક્ષાર્થી પ્રેરણા સમારોહ યોજાશે જે અંતર્ગત નીલકંઠવર્ણી અભિષેક, વૈદિક પૂજનવિધિ, અપૂર્વમુનિ સ્વામીનું ‘Prepare to Perform’ વિષય પર ધ્યેયલક્ષી જોમસભર-પ્રેરક વક્તવ્ય અને વીડિયો તેમજ પ્રેરક ઈન્ટરવ્યૂ દ્વારા ઉપસ્થિત સૌ પરીક્ષાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા માટેનું માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવવામાં આવશે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રતિવર્ષ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે અનેક પ્રેરણાદાયી પરિવર્તનશીલ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...