તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:આજે 321 કેસ નોંધાયા, CM વિજય રૂપાણીના પરિવારમાં પાંચ સભ્યો કોરોના પોઝિટિવ, પાંચ દિ'માં મ.ન.પા.ના 81 કર્મચારી કોરોના સંક્રમિત

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં મોતની સંખ્યા વધતાં આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયો (ફાઇલ તસવીર).
  • શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું, 4 મહિના બાદ કોરોનાના હાઇએસ્ટ કેસ નોંધાયા

રાજકોટમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. હાલ CM વિજય રૂપાણીના પાંચ પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. જ્યાં CMના ભાઈ લલિત રૂપાણી અમદાવાદમાં અને CMનો ભત્રીજો અનિમેષ રૂપાણી રાજકોટમાં હોમ આઇસોલેટ થયા છે. શહેરમાં પોઝિટિવ કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. શહેરમાં 24 કલાકમાં 19 દર્દીના મોત થયા છે. જોકે, મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. વધતા મોતથી આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. હાલ કોરોનાના મૃત્યુઆંકને ઘટાડવા નક્કર આયોજર કરવું જરૂરી બન્યું છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 20396 પર પહોંચી છે. આજે નવા 321 કેસ નોંધાયા છે.હાલ રાજકોટ મનપા ના આરોગ્ય વિભાગ ના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયો છે, જ્યાં છેલ્લા પાંચ દિવસમાં આરોગ્ય વિભાગના 70 કર્મીઓ, મેલેરીયા વિભાગ ના 2 અને વિજિલન્સ ના 5 પોલીસકર્મી સહીત 81 લોકોં કોરોનાથી સંક્રમિત થયા છે.શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું, 4 મહિના બાદ કોરોનાના હાઇએસ્ટ કેસ નોંધાયા હાલ શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે જ્યાં 4 મહિના બાદ રાજકોટ ગ્રામ્યમાં 64 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે કોરોનાના હાઇએસ્ટ કેસ છે. જયારે ગ્રામ્યનો કોરોના પોઝિટિવ આંક 7861 પર પહોંચ્યો છે, 295 જેટલા એક્ટિવ કેસ છે. હાલ 79 દર્દી સિવિલ હોસ્પિટલમાં, 95 કોવિડ કેર સેન્ટરમાં અને 121 દર્દીઓ હોમ આઈસોલેટ થયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે 1 ડિસેમ્બર 2020ના રોજ 66 કેસ નોંધાયા હતા.

જસદણ પંથકમાં 36 કેસ નોંધાયા
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શહેરો બાદ ગામડાઓમાં સંક્રમણ વધ્યું છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નેતાઓએ સભા કર્યા બાદ હવે સંક્રમણ વધ્યું છે. કોરોનાના ત્રીજા તબક્કામાં પહેલીવાર જસદણ પંથકમાં કોરોનાના 36 કેસ નોંધાયા છે. આથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 4નો રિપોર્ટ પોઝિટિવ
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પોલીસ સ્ટેશનમાં એક આરોપી, એક પોલીસમેન અને બે હોમગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરી કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે.

જિલ્લામાં આજે 11 શિક્ષક કોરોના સંક્રમિત
હાલ જિલ્લામાં 11 શિક્ષકો કૂર્ણ સંક્રમિત થયા છે, IOB બેંકની ભક્તિનગર બ્રાંચમાં 2 ઓફિસર અને 3 ક્લાર્ક સહિત 5 કર્મચારીઓને કોરોના સંક્રમિત થયા છે, આ ઉપરાંત રાજકોટ ST બસપોર્ટમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. બસસ્ટેન્ડ ઇન્ચાર્જ, બે સુપરવાઇઝર અને 6 ડ્રાઇવર-કન્ડક્ટર કોરોનાની ઝપટે ચડ્યા છે. આ તમામ કર્મચારીને આઇસોલેટ કરવામાં આવ્યા છે.

શહેરમાં 1464 દર્દી સારવાર હેઠળ
રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 1464 દર્દી સારવાર હેઠળ છે. સોમવારકે 144 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી અત્યાર સુધીમાં 167 લોકોના મોત નીપજ્યા છે.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 28083 પર પહોંચી
રાજકોટમાં કોરોનાએ વધુ એક વખત નવો ઉછાળો બતાવ્યો છે. રાજકોટ શહેરમાં સોમવારે નવા 283 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 28 કેસ આવતા કુલ 311 કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 28083 થયો છે. રાજકોટમાં ધુળેટીના દિવસે કોરોનામાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા અને ત્યારબાદથી આ સતત ત્રીજી વખત કોરોનાએ નવી ટોચ બનાવી છે તેથી આ રીતે કેસની સંખ્યા હજુ પણ વધે અને નવી ટોચ બનાવી શકે છે.

કોરોના ટેસ્ટિંગની ફાઇલ તસવીર.
કોરોના ટેસ્ટિંગની ફાઇલ તસવીર.

રાજકોટમાં 1900માંથી 444 બેડ ખાલી
બીજી તરફ તંત્ર દરરોજ નવી હોસ્પિટલ શરૂ કરવા માટે દબાણ કરી બેડ વધારે છે પણ બેડ વધે છે તેની બમણી ગતિએ હોસ્પિટલાઈઝેશન વધી રહ્યું છે. રાજકોટમાં હાલ 1900 બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર 444 બેડ ખાલી રહ્યાં છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં 1735 એક્ટિવ કેસ છે. જોકે જે લોકોએ 10 દિવસ પુરા કર્યા છે તેમને એક્ટિવ કેસમાંથી બહાર તો કાઢી દે છે પણ 14 દિવસ ન થાય ત્યાં સુધી ક્વોરન્ટીન રાખે છે. ક્વોરન્ટીનનો પણ કોઇ આંક રાખવામાં આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો