તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોજેક્ટની રીવ્યૂ મિટિંગ:રાજકોટના મહત્ત્વના એઈમ્સના તમામ બિલ્ડિંગ પ્લાન મંજૂર, એરપોર્ટનો 1500 મીટરનો રનવે તૈયાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ વર્ષે ડિસેમ્બરમાં એઈમ્સની ઓપીડી, આવતા વર્ષના અંતે એરપોર્ટ બની જશે

રાજકોટ જિલ્લામાં એઈમ્સ અને ઈન્ટરનેશન એરપોર્ટ બંને મહત્વના પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે જેની રીવ્યૂ બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી હતી. જિલ્લા કલેક્ટર અરૂણકુમારના જણાવ્યા અનુસાર એઈમ્સની તમામ બિલ્ડિંગના પ્લાન મંજૂર થઈ ગયા છે અને જ્યાં ઓપીડી માટે બિલ્ડિંગ બની રહ્યું છે તે કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. ડિસેમ્બરથી ત્યાં ઓપીડી શરૂ કરવા માટે આખુ તંત્ર કટિબધ્ધ છે અને બધા પ્રયત્નો થઈ રહ્યા છે.

એરપોર્ટ વિશે તેઓએ જણાવ્યું હતું કે તે બે ફેઝમાં બની રહ્યું છે જેમાં પ્રથમ ફેઝ રનવે નો છે જેમાં હાલ 1500 મીટરનો રનવે બની ગયો છે. બાકીનો 1400 મીટર પ્રગતિમાં છે અને બોક્સ કલ્વર્ટની કામગીરી ચાલુ છે. ત્યારબાદ ફેઝ-2માં ટર્મિનલનું કામ હાથ ધરાશે. ડિસેમ્બર 22 સુધીમાં આ બંને કામગીરી પૂરી કરી લેવાશે તેને લક્ષ્યાંક બનાવી ઝડપથી કામ કરવા સૂચના અપાઈ છે. આ બંને મહત્વના પ્રોજેક્ટ અંગે હવે દર 15 દિવસે બેઠક મળશે.

શનિવારે PM ડ્રોન મારફત લાઈટ પ્રોજેક્ટનું નિદર્શન કરશે
રાજકોટમાં સ્માર્ટ સીટી વિસ્તાર રૈયા ખાતે લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ 1144 આવાસ બની રહ્યા છે. આ આવાસનું ગત 1 જાન્યુઆરી 2021ના વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું અને 26 જાન્યુઆરી 2022ના લોકાર્પણ કરવાની જાહેરાત પણ કરી હતી. આ પ્રોજેક્ટના રિવ્યૂ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રોન મારફત ઓનલાઈન પ્રોજેક્ટને નિહાળશે અને બધા અધિકારીઓને સંબોધન કરશે.

અન્ય સમાચારો પણ છે...