ફોલોઅપ:મોરબી રોડ પર ડિવાઈડર તોડવા માટે GSRDCની મંજૂરી લેવાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધાપર ચોકડીએ થતા ટ્રાફિકને હળવો કરવા આખરે હવે થશે કાર્યવાહી

શહેરની માધાપર ચોકડીએ બ્રિજ બનતો હોવાથી ટ્રાફિક સમસ્યા વિકરાળ બની રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે ભાસ્કરે મનપા અને માર્ગ અને મકાન વિભાગ સાથે ચર્ચા કરતા મોરબી રોડ પરનો એઈમ્સ રોડ ખુલ્લો કરાય તેમજ ડિવાઈડર તોડવામાં આવે તો ટ્રાફિકમાં 50 ટકા રાહત થાય તેવું બહાર આવ્યું હતું. આ મામલે મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં આવતા માર્ગ અને મકાન વિભાગ સાથે સોમવારથી સંકલન કરશે જ્યારે માર્ગ અને મકાન વિભાગ આ રોડ માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત આવતો હોવાથી ત્યાં જાણ કરશે.

જીએસઆરડીસીમાં સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, માધાપર ચોકડીથી મોરબી સુધીનો રોડ બન્યા બાદ તેનું મેન્ટેનન્સ ખાનગી કંપની પાસે છે, ત્યાં કોઇ નુકસાની આવે તો કંપનીએ રિપેર કરવાનું હોય છે પણ જો આ રીતે રોડ જાણ બહાર તોડવામાં આવે તો કોન્ટ્રાક્ટ પૂરો થઈ શકે છે. આ કારણે માર્ગ અને મકાન વિભાગે સૌથી પહેલા જીએસઆરડીસીમાં લેખિત મંજૂરી લેવી પડે આ મંજૂરી આવ્યા બાદ ખાનગી કંપનીને પણ જાણ કરવી પડે અને મંજૂરી ફરી રોડ રિપેર કરવાની શરતે મળી શકે છે.

આ ડિવાઈડર તોડ્યા બાદ મોરબીથી આવતા ટ્રાફિકને જામનગર જવા માટે માધાપર ચોકડી બાયપાસ કરવાનો માર્ગ મળશે આ ઉપરાંત એઈમ્સ રોડ પરનો બ્રિજ 4 મહિનામાં બની જશે ત્યારે પણ આ રોડ બાયપાસ તરીકે કામ કરી માધાપર ચોકડીનો ટ્રાફિક આગામી બે વર્ષ સુધી હળવો કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...